જયપુરઃ રવિચંદ્રન અશ્વિનને આઈપીએલ મેચમાં બટલરને 'માંકડિંગ' આઉટ કરવાનો કોઈ અફસોસ નથી અને તેણે કહ્યું કે, આ નિર્ણય તેણે સ્વયંભૂ લીધો અને જો તે ખેલ ભાવનાથી વિપરીત છે, તો ક્રિકેટના નિયમો પર પુનર્વિચાર થવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન અશ્વિને સોમવારની રાત્રે મેચમાં રાજસ્થાન રોયલ્સના બટલરને માંકડિંગ કરીને મોટા વિવાદને જન્મ આપી દીધો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગના 12 વર્ષના ઈતિહાસમાં આ પ્રકારે આઉટ થનાર બટલર પ્રથમ ખેલાડી બન્યો છે. 


ટીવી રિપ્લેમાં દેખાતું હતું કે, અશ્વિને બેલ્સ ઉડાવતા પહેલા બટલરના ક્રિઝની બહાર નિકળવાની રાહ જોઈ હતી. અશ્વિને મેચ જીત્યા બાદ કહ્યું, 'આ સ્વયંભૂ લીધેલો નિર્ણય હતો. આ સમજી વિચારીને કરવામાં આવ્યું નથી. તે નિયમની અંદર હતું. મને સમજાતું નથી કે ખેલ ભાવનાની વાત વચ્ચે ક્યાંથી આવી.'


તેણે કહ્યું, આ નિયમમાં છે. લગભગ આપણે નિયમો પર પુનર્વિચાર કરવો જોઈએ. તેને યાદ અપાવવામાં આવ્યું કે, વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કર્ટની વોલ્શે લાહોરમાં 1987ના વિશ્વકપના મહત્વના મેચમાં આ પ્રકારની સ્થિતિમાં પાકિસ્તાનના સલીમ જાફરને ભેટ આપી હતી. તેના પર અશ્વિને આકરી પ્રતિક્રિયા આપી હતી. 


તેણે કહ્યું, તે સમયે ન તો હું રમી રહ્યો હતો અને ન તો બટલર. તેવામાં આ તુલના વ્યાજબી નથી. તેના પર પણ ચર્ચા થઈ રહી છે કે, શું અશ્વિને જાણી જોઈને બોલ ફેંકવામાં વિલંબ કર્યો. 


અશ્વિને કહ્યું, મેં બોલ લોડ પણ નતો કર્યો અને તે ક્રિઝની બહાર આવી ગયો હતો. આ ક્રિઝ મારી અડધી છે અને મારૂ હંમેશા આ માનવું રહ્યું છે. તેણે કહ્યું કે, બેટ્સમેને આ પ્રકારના મેચની તસ્વીર બદલતી ક્ષણમાં ક્રિઝ છોડવાથી બચવું જોઈએ.