નવી દિલ્હીઃ સુલ્તાન અઝલાન શાહ કપમાં ભારતીય હોકી ટીમે પોતાના ત્રીજા મેચમાં યજમાન મલેશિયાને 4-2થી પરાજય આપ્યો છે. ભારત માટે સુમિતે 17મી મિનિટમાં, સુમિત કુમારે 27મી, વરૂણે 36મી અને મંદીપે 58મી મિનિટે એક-એક ગોલ કર્યો હતો. જ્યારે મલેશિયા માટે રાજીએ 21મી અને ફિરહાને 57મી મિનિટમાં એક-એક ગોલ કર્યો હતો. છ ટીમોના પોઈન્ટ ટેબલમાં ભારતે 7 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે.  તો મલેશિયા 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પ્રથમ મેચમાં જાપાનને હરાવ્યું હતું
ભારતે પ્રથમ મેચમાં એશિયન ચેમ્પિયન જાપાનને 2-0થી પરાજય આપ્યો હતો. જ્યારે બીજો મેચ દક્ષિણ કોરિયા સામે 1-1થી ડ્રો રહ્યો હતો. નવ વર્ષ પહેલા ગુવાંગ્ઝૂ એશિયન ગેમ્સના સેમીફાઇનલમાં મલેશિયાએ ભારતને 4-3થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ગત વર્ષે પણ મલેશિયાની ટીમે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ત્યારે મલેશિયાની ટીમ પેનલ્ટી શૂટઓફમાં 7-6થી જીતી હતી. 


ભારતે આ ટૂર્નામેન્ટમાં મલેશિયા સામે આઠમી મેચ જીતી
આ ટૂર્નામેન્ટમાં બંન્ને ટીમોના મુકાબલાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 11 મેચ રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમને આઠમાં જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચ ડ્રો રહી છે. ગત વર્ષે 2018માં ભારતે મલેશિયાને 5-1થી હરાવ્યું હતું. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 101 મેચ રમાઈ છે. જેમાં ભારતે 70માં જીત હાસિલ કરી છે. મલેશિયાનો 13 મેચમાં વિજય થયો છે. 18 મેચ ડ્રો રહી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર