કોરોના વાયરસની અસર, અઝલાન શાહ કપ હોકી ટૂર્નામેન્ટ સ્થગિત
આ ટૂર્નામેન્ટ 11થી 18 એપ્રિલ સુધી આયોજીત થવાની હતી. આયોજન સમિતિએ હવે આ ટૂર્નામેન્ટને 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી આયોજીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર હવે હોકી પર પણ પડી છે અને પ્રતિષ્ઠિત સુલતાન અઝલાન શાહ કપને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ મલેશિયાની યજમાનીમાં આગામી મહિને 11 એપ્રિલે શરૂ થવાની હતી. હવે આ ટૂર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બરમાં કરવામાં આવશે.
એક રિપોર્ટ પ્રમાણે, હોકીની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ 11થી 18 એપ્રિલ સુધી આયોજીત થવાની હતી. આયોજન સમિતિએ હવે આ ટૂર્નામેન્ટને 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી આયોજીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
આ ઘાતક વાયરસથી વિશ્વભરમાં અત્યાર સુધી આશરે 86,000 લોકો પ્રભાવિત થયા છે અને ચીનથી શરૂ થયેલા આ વાયરસને કારણે આશરે 3 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube