ફોન પર જેની સાથે રોજ વાતો કરતો હતો તે નીકળી પોતાના કોચની પુત્રી, ખબર પડી તો ઉડી ગયા આ ખેલાડીના હોશ!
કોચની દીકરી પર આ ખેલાડીનું આવ્યું દિલ, 13 વર્ષ સુધી સાથે હર્યા-ફર્યા અને પછી કર્યા લગ્ન! ડેટિંગથી લઈને મેરેજ સુધીની પ્રેમકહાની જાણવા જેવી છે.
નવી દિલ્લી: ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીની ગણતરી દેશના મહાન ખેલાડીઓમાં થાય છે. તેણે હાલમાં જ બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં બે ગોલ કરતાં ઈન્ટરનેશનલ સ્તર પર સૌથી વધારે ગોલ કરનાર ખેલાડીઓમાં આર્જેન્ટીનાના લિયોનલ મેસ્સીને પાછળ છોડ્યો હતો. છેત્રી વિશે બહુ ઓછા લોકો જાણે છે જે તેની લવ લાઈફ વિશે જાણતાં હશે. છેત્રી બહુ બહાદુર નીકળ્યો. કેમ કે તે ચોરી છૂપી રીતે પોતાના કોચની પુત્રીથી જ ઈશ્ક લડાવી રહ્યો હતો.
કોણ છે સુનિલ છેત્રીની પત્ની:
છેત્રીની પત્નીનું નામ છે સોનમ ભટ્ટાચાર્ય છે. જે ભારતના પૂર્વ ફૂટબોલ ખેલાડી અને મોહન બાગાનના લેજન્ડ સુબ્રતા ભટ્ટાચાર્યની પુત્રી છે. આ પ્રેમની શરૂઆત સોનમ તરફથી થઈ હતી. છેત્રી તે સમયે મોહન બાગાન તરફથી રમી રમ્યા હતા. અને સુબ્રતા તે સમયે ટીમની કોચ હતી.
કઈ રીતે વાતચીતની શરૂઆત થઈ:
સોનમના પિતા છેત્રીનો સતત ઉલ્લેખ કરતાં હતા અને એટલે જ સોનમની ઈચ્છા સુનિલને મળવાની થઈ. સોનમે પોતાના પિતાના મોબાઈલમાંથી છેત્રીનો નંબર કાઢ્યો અને મેસેજ કરી દીધો. સોનમ તે સમયે 15 વર્ષની હતી અને છેત્રી 18 વર્ષનો. બંનેની મુલાકાત થઈ ત્યારે છેત્રીને લાગ્યું કે સોનમ હજુ બાળકી છે. એટલે તેમણે વાત ન કરીને અભ્યાસ પર ધ્યાન આપવાની સલાહ આપી. જોકે તેમ છતાં બંનેની વાત ચાલતી રહી અને ત્યારે છેત્રીને ખબર ન હતી કે સોનમ તેમના કોચની દીકરી છે.
સોનમે છેત્રીની માફી માગી:
એક દિવસ જ્યારે સુનિલ છેત્રી પોતાના કોચનો ફોન રિપેર કરાવવા ગયા ત્યારે સોનમનો ફોન આવ્યો. તે સમયે તેને ખ્યાલ આવ્યો કે સોનમ કોચની પુત્રી છે અને આ વાતને જાણીને છેત્રી હેરાન રહી ગયો હતો. સોનમે આ અંગે છેત્રીની માફી માગી. અને તેના પછી વાતનો સિલસિલો ચાલતો રહ્યો.
13 વર્ષ ડેટ કર્યા પછી 2017માં કર્યા લગ્ન:
છેત્રીએ એક દિવસ હિંમત કરીને પોતાના કોચને જણાવી દીધું કે તે અને સોનમ એકબીજાને પ્રેમ કરે છે. ત્યારે કોચે પણ તેમના લગ્નને મંજૂરી આપી દીધી. બંનેએ 13 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી ચાર ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા. સોનમે સ્કોટલેન્ડમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. આ બધી વાતો છેત્રીએ હ્યૂમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર શેર કરી હતી. જેના વિશે ધ વીકે 30 નવેમ્બર 2019ના રોજ પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે.