નવી દિલ્હીઃ ભારતનો સૌથી સફળ ફુટબોલર સુનીલ છેત્રીએ રવિવારે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી હતી. ભારતીય ફુટબોલમાં 'ગોલ મશીન'ના નામથી જાણીતા છેત્રીએ થાઈલેન્ડ વિરુદ્ધ એએફસી એશિયન કપના ગ્રુપ રાઉન્ડ મેચમાં બે ગોલ કર્યા હતા. આ સાથે તેની આંતરરાષ્ટ્રીય લેવલ પર ગોલની સંખ્યા 67 થઈ ગઈ અને તેણે દિગ્ગજ લિયોનલ મેસીને પછાડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબુધાબીમાં રમાયેલી આ મેચમાં ભારતે થાઈલેન્ડને 4-1થી પરાજય આપ્યો હતો. છેત્રીએ થાઈલેન્ડ વિરુદ્ધ મેચની 27મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરતા મેસીને પાછળ છોડી દીધો અને આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યાના મામલામાં તે બીજો એક્ટિવ ફુટબોલર બની ગયો હતો. 34 વર્ષના છેત્રીએ આર્જેન્ટીનાના સુપરસ્ટાર લિયોનલ મેસીને પછાડવામાં સફળ રહ્યો જેના 128 મેચોમાં 65 આંતરરાષ્ટ્રીય ગોલ છે. પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 154 મેચોમાં 85 ગોલથી સર્વાધિક ગોલ કરનારો એક્ટિવ ફુટબોલર છે. 



ફૂટબોલ: ભારત એએફસી એશિયન કપમાં 32 વર્ષ પછી જીત્યું, 4-1થી નોંધાવી જીત


મહત્વનું છે કે, ભારતની એશિયન કપના 8 મેચોમાં આ પ્રથમ જીત છે. આ પહેલા ટૂર્નામેન્ટના 7 મુકાબલામાં તેણે 1 ડ્રો રમ્યો જ્યારે સાતમાં હાર મળી હતી. ભારત 8 વર્ષ બાદ એએફસી એશિયન કપમાં ભાગ લઈ રહ્યું છે. ભારતીય ટીમ છેલ્લી 2011મા આ ટૂર્નામેન્ટ રમી હતી, જ્યાં તેનો ગ્રુપ રાઉન્ડના ત્રણ મેચોમાં પરાજય થયો હતો. ભારત 2015મા આ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાઇ કરવામાં અસફળ રહ્યું હતું.