નવી દિલ્હી : ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ પોતાની ગર્લફ્રેન્ડ સોનમ ભટ્ટાચાર્ય સાથે સગાઈ કરી લીધી છે. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. સોનમ મોહન બાગાનના મહાન ખેલાડી સુબ્રત ભટ્ટાચાર્યની પુત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનમ અને સુનીલના લગ્ન 4 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે તેમજ તેમના રિસેપ્શનનું આયોજન બેગ્લુરુ ખાતે કરવામાં આવ્યું છે. 


સોનમે સ્કોટલેન્ડથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે કોલકાતાના સોલ્ટ લેક એરિયામાં પોતાની બે હોટલ્સનું કામકાજ સંભાળે છે. 33 વર્ષીય છેત્રીએ ભારત તરફથી 2005થી અત્યારસુધી 97 મેચ રમી છે. આ દરમિયાન તેણે 56 ગોલ કર્યા છે.