Team India: WTC ફાઈનલમાં AUS ને આ રીતે હરાવશે ભારત, આ દિગ્ગજે ટીમને આપ્યો જીતનો મંત્ર
WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાવાની છે. આ માટે બંને ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ કરી રહી છે.
નવી દિલ્હીઃ India vs Australia: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જીતવા માટે ભારતની પાસે શાનદાર તક છે. 2021માં રમાયેલી WTC ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ WTC ફાઈનલ રમવા માટે તૈયાર છે. આ મેચ ઈંગ્લેન્ડના ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7થી 11 જૂન વચ્ચે રમાશે. આ વચ્ચે એક ભારતીય દિગ્ગજે કહ્યુ કે ટીમના એક ખેલાડીની સલાહ અન્ય માટે મહત્વની સાબિત થઈ શકે છે.
આ ખેલાડીની સલાહ મહત્વની
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે બુધવારે કહ્યુ કે ચેતેશ્વર પુજારા ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં લાંબા સમય સુધી રમવાને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ફાઇનલ પહેલાં ભારતીય ટીમના પોતાના સાથીઓને બહુમૂલ્ય સલાહ આપી શકે છે. તેમણે કહ્યું કે પુજારાને પરિસ્થિતિની જાણકારી છે અને સસેક્સ (કાઉન્ટી ચેમ્પિયનશિપ ટીમ) ની કેપ્ટનશિપના અનુભવને જોતા તેની સલાહ મહત્વપૂર્ણ થઈ શકે છે. વિશેષ કરીને ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર સ્ટીવ સ્મિથ વિરુદ્ધ જે આ કાઉન્ટી ટીમ તરફથી રમે છે.
આ પણ વાંચોઃ Team India: કોણ છે ઋતુરાજ ગાયકવાડની ભાવિ પત્ની? જેના માટે WTC ફાઇનલને કહી બાય બાય!
પિચને લઈને આપ્યું નિવેદન
ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટનસે કહ્યુ કે તે (પુજારા) ત્યાં હાજર છે. તેનો મતલબ છે કે તેણે જોયું છે કે ઓવલની પિચ ક્યા પ્રકારનું વર્તન કરી રહી છે. તેમણે આગળ કહ્યું- તે ભલે ઓવલમાં ન રમ્યો હોય, તે ભલે સસેક્સમાં રહ્યો હોય જે લંડનથી દૂર નથી. પરંતુ તેના પર નજર રાખી હશે કે ત્યાં શું ચાલી રહ્યું છે. નોંધનીય છે કે આઈપીએલ દરમિયાન પુજારા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો હતો અને તેણે ત્યાં સારૂ પ્રદર્શન પણ કર્યું હતું.
કેપ્ટન પર કહી આ વાત
ગાવસ્કરે બેટિંગને કઈને કહ્યુ કે, જ્યાં સુધી બેટિંગ એકમ કે કેપ્ટનની વાત છે તો તેની સલાહ બહુમૂલ્ય હશે. ગાવસ્કરે કહ્યુ કે તે ન ભૂલવું જોઈએ કે તેણે ટીમ (સસેક્સ) ની કમાન સંભાળી છે. તેથી આ સમયે ટીમના પોતાના સાથી ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથને જોઈને કોઈ રણનીતિ બનાવી હશે.
આ પણ વાંચોઃ IPLની તમામ 10 ટીમોના માલિક અને કેટલા છે અમીર? વિશ્વની બીજા નંબરની બ્રાન્ડ છે IPL
WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ. જયદેવ ઉનડકટ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube