અમદાવાદઃ 6 માર્ચ 2021નો દિવસ માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટોમાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. કારણ કે આજના દિવસે ભારતના પૂર્વ કેપ્ટન અને લિટિલ માસ્ટરના નામથી જાણીતા સુનીલ ગાવસ્કર 
(Sunil Gavaskar) ના ટેસ્ટ ક્રિકેટમાં 50 વર્ષ પૂરા થઈ ગયા છે. આ 50 વર્ષ બેમિસાલ રહ્યા છે. ગાવસ્કરે નિવૃતિ લીધાના વર્ષો થઈ ગયા છે. પરંતુ આજે પણ તે લાખો દિલો પર રાજ કરે છે. 70ના દાયકામાં જ્યારે ઓસ્ટ્રેલિયાની પાસે ડેનિસ લિલી અને જૈફ થોમસન, પાકિસ્તાનની પાસે સરફરાઝ નવાઝ અને ઇમરાન ખાન, વિન્ડિઝની પાસે એન્ડી રોબર્ટસ, મેલકમ માર્શલ જેવા ફાસ્ટ બોલર હતા. તે સમયમાં ભારતની પાસે સુનીલ ગાવસ્કરના રૂપમાં એક બેટ્સમેન હતા, જે આ બોલરોનો શાનદાર રીતે સામનો કરતા હતા. આ બેટ્સમેને પોતાની પ્રથમ સિરીઝમાં સાબિત કર્યુ. જ્યારે તેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 4 ટેસ્ટમાં 774 રન બનાવ્યા. પર્દાપણ સિરીઝમાં 774 રન બનાવવાનો ગાવસ્કરનો રેકોર્ડ આજે પણ તૂટ્યો નથી. તેનાથી અંદાજ લગાવી શકાય કે તેઓ કેટલા મોટા કદના બેટ્સમેન હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ કર્યુ સન્માન
સુનીલ ગાવસ્કરના ક્રિકેટ કરિયર સાથે અમદાવાદનું પણ ખાસ કનેક્શન છે. ગાવસ્કરે અહીં ટેસ્ટ કરિયરના 10 હજાર રન પૂરા કર્યા હતા. ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે આજે ગાવસ્કરનું અહીં ખાસ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈ સચિવ જય શાહે ગાવસ્કરને આ ખાસ મોમેન્ટો આપ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube