નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમતા  હોવાથી સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં છ મહિના બાદ વિશ્વકપ યોજાવાનો છે. તેવામાં મેચ પ્રેક્ટિસ  મહત્વની છે. તેવામાં શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ધોનીને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાંથી બહાર રહેવાની મંજૂરી કેમ  આપવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપનર શિખર ધવન ટેસ્ટ ટીમમાંથી બહાર છે. તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પરિવારની સાથે સમય પસાર કરી  રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની એક નવેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સમાપ્ત થયેલી સિરીઝ બાદ ક્રિકેટથી દૂર છે. તેને  વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ધોનીએ 2014મા ટેસ્ટ  ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી, ત્યારબાદ તે માત્ર વનડે અને ટી20 રમે છે. 


Ind vs Aus: એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની ખાસ તૈયારી, જાણો કોહલીનો 'વિરાટ' પ્લાન


પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે એક ટીવી ચેનલને કહ્યું, આપણે ધવન અને મહેન્દ્ર સિંહ ધોનીને ન પૂછવું જોઈએ કે,  તે ડોમેસ્ટિક ક્રિકેટ કેમ રમતા નથી. બીસીસીઆઈ અને પસંદગીકારોને પૂછવું જોઈએ કે, તેણે ખેલાડીઓને  ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાની મંજૂરી કેમ આપી, જ્યારે તે દેશ માટે રમી રહ્યાં નથી. તેમણે કહ્યું, જો ભારતીય ટીમે  જીતવું છે તો ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. તેવામાં તમામ ખેલાડીઓએ મેચ ફિટ રહેવું પડશે અને  તેણે મેચ રમવી પડશે. 

IPL 2019: 18 ડિસેમ્બરે જયપુરમાં હરાજી, જાણો તેની સાથે જોડાયેલા તમામ Facts


સુનીલ ગાવસ્કરે કહ્યું, ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધી ટી20 સિરીઝ રમી નથી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ  સિરીઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં પણ તે ટીમમાં નથી. તેણે અંતિમ મેચ 1 નવેમ્બરે રમી  હતી અને હવે જાન્યુઆરીમાં રમશે. વિશ્વકપ ટીમમાં તેના સ્થાનને લઈને સવાલ ઉભા થશે. તેમણે કહ્યું, ઉંમરની  સાથે આ ફેરફાર આવે છે. જો તમે સ્થાનિક સ્તરે ક્રિકેટ રમો તો કરિયરના વિસ્તારમાં મદદ મળે છે અને પ્રેક્ટિસ  પણ થાય છે.