દુબઇ: આઇપીએલ (IPL 2020)માં કિંગ્સ ઇલેવન પંજાબ(KXIP)એ રોયલ ચેલેન્જર્સ (RCB) ને 97 રનથી માત આપી છે. આ શરમજનક હાર બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) ટીકાનો શિકાર થઇ રહ્યા છે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) એ વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પર એક ભદ્દી ટિપ્પણી કરી છે. ત્યારબાદ ગાવસ્કર વિવાદમાં ફસાય ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિરાશાજનક પ્રદર્શન પર કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા ગાવસ્કારએ કોહલીની પત્ની અનુષ્કાને લઇને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 'તેમણે લોકડાઉનમાં તો બસ અનુષ્કાના (* *) ની પ્રેકટિસ કરી છે. આ ટિપ્પણી વિરાટના પ્રશંસકોને ગમી નહી અને ત્યારબાદ વિવાદ ઉભો થઇ ગયો. ઘણા લોકોએ ત્યારબાદ બીસીસીઆઇ (BCCI) સાથે ગાવસ્કરને કોમેન્ટ્રી પેનલથી હટાવવાનો અનુરોધ કરી દીધો છે. 


આ બધા બાદ હવે અનુષ્કા શર્માએ ગાવસ્કર નિશાન સાધ્યું છે. અનુષ્કાએ કહ્યું કે મિસ્ટર ગાવસ્કર, તમે આટલા વર્ષ સુધી લોકોની અંગત જીંદગીનું સન્માન કર્યું અને શું તમને લાગતું નથી કે તમારે આ વાત અમારા વિશે પણ કાયમ રાખવી જોઇતી હતી.  


અનુષ્કાએ પોતાની ઇંસ્ટા સ્ટોરીમાં કહ્યું  કે મિસ્ટર ગાવસ્કર, આ વાત સાચી છે કે તમે જે કહ્યું તે સારું ન હતું પરંતુ મને સારું લાગશે કે જો તમે જણાવી શકો કે તમે પતિની રમત માટે તમે પત્ની પર આરોપ લગાવતાં આવું નિવેદન આપવા માટે કેમ વિચાર્યું? હું જાણું છું કે આટલા વર્ષોમાં તમે કોમેન્ટ્રી દરમિયાન કોઇપણ ક્રિકેટરની અંગત જીંદગીનું સન્માન કર્યું છે. શું તમને લાગતું નથી કે તમારે સન્માન જાળવવું જોઇતું હતું?


મને વિશ્વાસ છે કે ગત રાત્રે મારા પતિના પ્રદર્શન પર કોમેન્ટ કરવા માટે તમારી અંદર ઘણા વાક્યો અને શબ્દો હશે અથવા તમારા શબ્દો ફક્ત ત્યારે મહત્વ ધરાવે છે જ્યારે તેમાં મારું નામ આવ્યું ન હોય.


તેમણે કહ્યું કે 'આ 2020 છે અને મારા માટે વસ્તુઓ હજુપણ બદલાઇ નથી. ક્યારે એવું થશે જ્યારે મને ક્રિકેટમાં ઘસેટવાનું બંધ કરવામાં આવશે અને આ પ્રકારે એકતરફી ટિપ્પણી ન કરવામાં આવે. 


આદરણીય મિસ્ટર ગાવસ્કર, તમે એક મહાન છે, જેનું નામ ભદ્રજનોના આ રમતમાં ઉચું સ્થાન ધરાવે છે. હું બસ તમને કહેવા માંગુ છું જ્યારે તમે આવું કહ્યું ત્યારે મને કેવું લાગ્યું હશે. 



તમને જણાવી દઇએ કે કેટલાક વર્ષોમાં એવા અવસર આવ્યા છે જ્યારે વિરાટના ખરાબ પ્રદર્શન માટે બોલીવુડ અભિનેત્રી અનુષ્કાને જવાબદાર ગણાવ્યા છે.


કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ મેચમાં બેંગ્લોર કેપ્ટન કોહલીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. મેચ દરમિયાન તેમણે બે મહત્વપૂર્ણ કેચ છોડ્યા. રાહુલનો પહેલો કેચ વિરાટે તે સમયે છોડ્યો જ્યારે તે 83 પર બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે બીજો કેચ તેમણે 89 ના સ્કોર પર છોડ્યો. વિરાટ બેટીંગમાં પણ નિષ્ફળ રહ્યો અને ફક્ત 1 રન બનાવી શક્યો હતો.