Live મેચમાં ગાવસ્કરનું મોટું નિવેદન, આગામી સીરિઝમાં પુજારા-રહાણેને સ્થાને રમશે આ 2 નવા બેટ્સમેન
સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) નું કહેવું છે કે, તે સંભવ છે કે દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને ડ્રોપ કરે.
કેપટાઉનઃ ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) એ લાંબા સમયથી ચાલી રહેલા બે મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે Ajinkya Rahane) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, તે સંભવ છે કે દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ડ્રોપ કરે. સુનીલ ગાવસ્કરે સ્વીકાર્યું કે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને 25 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે શરૂ થનારી 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
લગભગ ખતમ થઈ પૂજારા-રહાણેની કારકિર્દી
જણાવી દઈએ કે આ બંને બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને લાંબા સમયથી ફ્લોપ રહેવા છતાં સતત તકો મળી રહી છે, પરંતુ આ બંને ખેલાડીઓ રન બનાવવામાં નિષ્ફળ રહ્યા. કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ચેતેશ્વર પૂજારાએ ફરી એકવાર ટીમ ઈન્ડિયાને દગો આપ્યો. પૂજારા માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. આ ખરાબ પ્રદર્શન સાથે પૂજારાની ટેસ્ટ કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
અજિંક્ય રહાણે વિશે વાત કરીએ તો કેપટાઉન (Cape Town) ના ન્યુલેન્ડ્સ (Newlands) મેદાન પર રમાઈ રહેલી વર્તમાન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તેનો સ્કોર અનુક્રમે 9 અને 1 હતો. અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની સૌથી મોટી સમસ્યા તેની કન્સિસ્ટેન્સી છે, તે દરેક મેચમાં ટીમ માટે મહત્વનું યોગદાન આપી શકતો નથી, જેના કારણે ટીમ ઈન્ડિયાના પસંદગીકારો તેના સ્થાને એવા બેટ્સમેનને ફિટ કરવા ઈચ્છે છે, જે રહાણેનું લોન્ગ ટર્મ રિપ્લેસમેન્ટ સાબિત થાય.
Live મેચમાં ગાવસ્કરનું મોટું નિવેદન
સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ તરફથી Live મેચમાં કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, 'એવું સંભવ છે કે દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ડ્રોપ કરે.' સુનીલ ગાવસ્કરે બે બેટ્સમેનોના નામ પણ આપ્યા છે જેઓ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની જગ્યાએ ટેસ્ટ ટીમમાં સામેલ થઈ શકે છે.
પૂજારા અને રહાણેની જગ્યાએ આવશે આ 2 નવા બેટ્સમેન
સુનીલ ગાવસ્કરે કહ્યું કે હનુમા વિહારી અને શ્રેયસ અય્યર ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની જગ્યાએ લઈ શકે છે. ગાવસ્કરે કહ્યું, 'ભારતીય ટેસ્ટ ટીમમાં હનુમા વિહારી નંબર 3 પર અને શ્રેયસ અય્યર નંબર 5 પર બેટિંગ કરવા માટે ફિટ હશે.' સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે શ્રીલંકા સામેની ભારતની ધરતી પર યોજાનારી ટેસ્ટ સીરિઝમાં યુવા બેટ્સમેનોને તક આપવી એ યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે. શ્રીલંકા સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી 25 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ભારત અને શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
1. પ્રથમ ટેસ્ટ મેચ - 25 ફેબ્રુઆરી - 1 માર્ચ 2022 - બેંગલુરુ - સવારે 9:30 વાગે
2. બીજી ટેસ્ટ મેચ - 5 માર્ચ - 9 માર્ચ 2022 - મોહાલી (ચંદીગઢ) - સવારે 9:30 વાગે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube