IPL 2019: સનરાઇઝર્સ હૈદરાબાદ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 2016માં આઈપીએલમાં ચેમ્પિયન બની હતી. તો ટીમે ગત વર્ષે ફાઇનલ સુધીની સફર કરી હતી. આ વર્ષે ફરી ટીમમાં ડેવિડ વોર્નરની વાપસી થતાં ટીમ વધુ મજબૂત બની છે.
નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલની સૌથી સંતુલિત ટીમ રહી છે. ડેવિડ વોર્નરની ગેરહાજરી છતાં સનરાઇઝર્સ આઈપીએલ 2018માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. આ વખતે ડેવિડ વોર્નરની હાજરી ટીમ માટે ફાયદાકારક થઈ શકે છે. ટીમના મુખ્ય કોચ ટોમ મૂનીની દેખરેખમાં હૈદરાબાદે પોતાની રમતનું સ્તર ઉપર લાવ્યું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ રોસ્ટરઃ
ડોવિડ વોર્નર, કેન વિલિયમસન, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક, અભિશેષ શર્મા, વિજય શંકર, શાહબાઝ નદીમ, જોની બેયરસ્ટો, રિદ્ધિમાન સાહા, માર્ટિન ગુપ્ટિલ.
ટીમના માલિકઃ કલાનિધિ મારન
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ
ટીમની તાકાતઃ સનરાઇઝર્સ હૈદરાબાદ એક ટીમ તરીકે ખૂબ મજબૂત છે. ટીમ કોઈ એક ખેલાડીના વિશ્વાસે રહેતી નથી પરંતુ ટીમમાં પ્રત્યેક ખેલાડી પોતાની ભૂમિકા નિભાવે છે. ફોર્મમાં ચાલી રહેલા વિજય શંકરની હાજરીથી ટીમ સંતુલિત નજર આવે છે.
ટીમની નબળાઇઃ આમ તો હૈદરાબાદની ટીમ ખૂબ સંતુલિત અને મજબૂત છે, પરંતુ ટીમની નબળાઇ મધ્યમક્રમની બેટિંગ રહી છે. ગત સિઝનમાં મનીષ પાંડે અને યૂસુફ પઠાણ આ ભૂમિકામાં અસફળ રહ્યાં હતા. આ વર્ષે પણ મનીષ પાંડે અને યૂસુફ પઠાણ પર ટીમ મેનેજમેન્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ટીમમાં તકઃ ટીમમાં વિજય શંકર અને ડેવિડ વોર્નર માટે આ સૌથી મોટી તક હશે. વિશ્વકપ પહેલા વિજય શંકરે પોતાના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કરવા ઈચ્છશે તો વોર્નર પોતાનું ફોર્મ અને ફિટનેસ સાબિત કરવા માટે પ્રયાસ કરશે.
ટીમને ખતરોઃ ટીમમાં સારા વિદેશી ખેલાડીઓની ભરમાર છે. આ ટીમ મેનેજમેન્ટ માટે સ્વીટ હેડેક થવાનું છે. સીમિત સ્થાનોને કારણે વિદેશી ખેલાડીઓ પર ટીમમાં જગ્યા બનાવાનું વધુ દબાણ હોઈ શકે છે. આ સિવાય ડેવિડ વોર્નરની ઈજા પણ ટીમ માટે ખતરો સાબિત થઈ શકે છે.
હૈદરાબાદની સંભવિત અંતિમ ઇલેવન
કેન વિલિયમસન, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, રિદ્ધિમાન સાહા, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ડેવિડ વોર્નર અને બિલી સ્ટૈનલેક.
હૈદરાબાદનો કાર્યક્રમ આ પ્રકારે છે
1. સનરાઇઝર્સ હૈદરાબાદ vs કોલકત્તા નાઇટરાઇડર્સ (24 માર્ચ, સાંજે 4 કલાકે, કોલકત્તા)
2. સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ (29 માર્ચ, રાત્રે 8 કલાકે, હૈદરાબાદ)
3. સનરાઇઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર બેંગલોર (31 માર્ચ, સાંજે 4 કલાકે, હૈદરાબાદ)
4. સનરાઇઝર્સ હૈદરાબાદ vs દિલ્હી કેપિટલ્સ (4 એપ્રિલ, રાત્રે 8 કલાકે, દિલ્હી)