નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સફળ ઓલરાઉન્ડરોમાંથી એક સુરેશ રૈના (Suresh Raina 34th birthday) પોતાના 34મા જન્મદિવસ પર 34 શાળાઓને ભેટ આપશે. 27 નવેમ્બરે રૈનાનો 34મો જન્મ દિવસ છે અને આ ખાસ તકે પુત્રી ગ્રેસિયા રૈનાના નામ પર શરૂ પોતાના 'ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન' હેઠળ 34 શાળાઓમાં વિકાસ કામ કરાવશે. તે શાળામાં સ્વચ્છતા અને પેયજલની સુવિધાઓ પર કામ કરાવશે. આ રીતે એનજીઓ હેઠળ 10 હજારથી વધુ બાળકોને મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૈના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનનો બ્રાન્ડ એમ્બેસેડર છે.  રૈના તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જન્મદિવસ પર ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને એનસીઆરની 24 સરકારી શાળામાં મદદ કરશે. આ શાળામાં 10 હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે. 


Boyfriend મામલે આ ભારતીય મહિલા ક્રિકેટરે ખોલ્યો રાઝ, જુઓ Video


તેણે કહ્યું, 'આ પહેલની સાથે પોતાનો 34મો જન્મદિવસ ઉજવવા માટે મને ખુબ ખુશી મળી. દરેક બાળક ગુણવત્તાપૂર્ણ શિક્ષણનું હકદાર છે. શાળામાં સ્વચ્છ પેયજલ અને શૌચાલયની સુવિધા તેનો મહત્વનો અધિકાર છે. મને આશા છે કે અમે યુવાઓના સહયોગની સાથે ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન તરફથી તેમાં મહત્વનું યોગદાન આપી શકીએ.'


ઉલ્લેખનીય છે કે રૈનાએ આ ફાઉન્ડેશનને પોતાની પુત્રીના જન્મદિવસ પર શરૂ કર્યુ હતું. આ એનજીઓ હેઠળ રૈનાની પત્ની પ્રિયંકા પણ સામાજીક કાર્ય કરે છે. આ વખતે જે જવાબદારી રૈનાએ ઉઠાવી છે તે પણ વિશાળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર