નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાની બહાર રહેલો મિડલઓર્ડર બેટસમેન સુરેશ રૈનાએ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં કોલકત્તા વિરુદ્ધ રમતા શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. સોમવારે કોલકત્તામાં બંગાળ અને ઉત્તર પ્રદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યુપીની ટીમે પ્રથમ વિકેટ જલ્દી ગુમાવી હતી. પરંતુ ત્યાર બાદ મેદાને ઉતરેલા રૈનાએ બંગાળની બોલિંગના છોતરા કાઢી નાખ્યા હતા. 
રૈનાએ પહેલા ચૌધરી સાથે 54 રનની ભાગીદારી હતી. ત્યારેબાદ આકાશદીપ સાથે મલીને 165 રનની ભાગીદારી કરીને બંગાળને બેકફુટ પર લાવી દીધું હતું. રૈનાએ 49 બોલમાં સદી ફટકારી હતી. અને 59 બોલમાં 13 ચોક્કા અને 7 છગ્ગાની મદદથી 126 રન ફટકાર્યા હતા. યુપીએ 20 ઓવરમાં 235 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શાનદાર પારીને કારણે રૈનાએ અનેક રેકોર્ડ તેની નામે કર્યા છે. તેમાં ભારતમાં ટી20માં સૌથી વધુ સિક્સ, સદી અને રન બનાવવાના મામલામાં તેણે ઘણા બેટ્સમેનોની બરોબરી કરી લીધી છે. 


ભારતમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી 



288 ક્રિસ ગેલ 
209 રોહિત શર્મા 
202  સુરેશ રૈના
192  યુસુફ પઠાણ
187 એમએસ ધોની
182 યુવરાજ સિંહ



 


 



વિરાટ બાદ બીજો ખેલાડી 


આ સદી સાથે રૈના વિશ્વનો નવમો અને ભારતનો બીજો બેટસમેન બની ગયો છે જેણે ટી20 ફોર્મેટમાં 7000થી વધુ રન કર્યા છે. આ પહેલા વિરાટ કોહલીએ ટી20માં સાત હજાર રન પુરા કર્યા હતા. 



ટી20 ફોર્મેટમાં સૌથી વધુ સદી 


4 વિરાટ કોહલી 
4 રોહિત શર્મા 
4 સુરેશ રૈના


રૈનાએ વર્લ્ડ ટી20 સિવાય, આઈપીએલ. ચેમ્પિયન્સ લીગ અને મુશ્તાક અલી ટી20માં સદી ફટકારી છે. 


મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 



સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રૈના સૌથી મોટો સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેપોર્ડ ઉન્મુક્ત ચંદને નામે હતો. તેણે 2013માં 125 રન ફટકાર્યા હતા. રૈના 126 રન ફટકારી તેનાથી આગળ થઈ ગયો છે. આ સાથ જે યુપીની ટીમે ટૂર્નામેન્ટનો બીજો સૌથી મોટો સ્કોર કર્યો છે. આ પહેલા 2016માં દિલ્હીની ટીમે 236 રન બનાવ્યા હતા.