નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ જીતે કે હારે હાલ એક જ ખેલાડી સૌથી વધારે ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં સાવ ખરાબ પ્રદર્શન કરીને ઈગ્લેન્ડ સામે હારીને બહાર ફેંકાઈ ગઈ હતી છતાં પણ એક ઈન્ડિયન પ્લેયર પર સૌ કોઈની નજર હતી. એ ખેલાડીનું નામ છે સૂર્યકુમાર યાદવ. આ ખેલાડી ભારતીય ટીમનો એવો સુરજ છે જેણે સૌ કોઈને ઝાંખા પાડી દીધાં છે. સૌથી કોઈ હાલ ટ્વીટર પર એક જ સવાલ ઉઠાવી રહ્યાં છેકે, આટલાં શાનદાર ખેલાડી કે જે અત્યારે સૌથી સારા ફોર્મમાં છે તેને કેમ ટીમની બહાર બેસાડવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI એ બુધવારે રાત્રે ભારતના બાંગ્લાદેશ પ્રવાસ માટેની વનડે ટીમ જાહેર કરી હતી. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનને સ્થાન ન મળતા સોશિયલ મીડિયા પર ફેન્સ અકળાયા છે. તેમણે બોર્ડ પાર કાસ્ટિસ્ટ હોવાના આરોપ લગાવ્યા છે. ટ્વિટર પર Casteist BCCI ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવ અત્યારે કરિયરના શ્રેષ્ઠ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. તે આ વર્ષે T20Iમાં 1164 રન સાથે લીડિંગ રન સ્કોરર છે. તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં 111* રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે, તેમ છતાં તેને બાંગ્લાદેશ સામેની 3 વનડેની શ્રેણીમાં ટીમમાં સ્થાન મળ્યું નથી.

 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube