નવી દિલ્હીઃ IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ખરાબ શરૂઆત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી છે અને શરૂઆતી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યા હજુ તે કમાલ કરી શક્યો નથી, જે તેણે ગુજરાત ટાઈટન્સની સાથે કર્યો હતો. તો ટીમને એક સ્ટાર ખેલાડીની કમી પણ આ સીઝનમાં નડી છે. આ ખેલાડી સૂર્યકુમાર યાદવ છે. સૂર્યા ઈજાને કારણે અત્યાર સુધી આઈપીએલમાં રમી શક્યો નથી, પરંતુ હવે તેની ફિટનેસ પર એક અપડેટ સામે આવ્યું છે, જે સાંભળી ફેન્સ ખુશ થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યકુમાર યાદવ પર આવ્યું અપડેટ
સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તેના રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની આગામી આઈપીએલ મેચમાં રમવાની સંભાવના છે. બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીએ સૂર્યકુમાર યાગવને બુધવારે મંજૂરી આપી છે, જે ત્રણ મહિના કરતા વધુ સમયથી ક્રિકેટ રમી શક્યો નથી. બીસીસીઆઈ અને એનસીએના ફિઝિયો કોઈ જોખમ લેવા ઈચ્છતા નહોતા અને સૂર્યાને આગળ વધતા પહેલા તેણે ખુદને સંતુષ્ટ કરી લીધો.


આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સની આ ભૂલની હાર્દિક પંડ્યાને મળી રહી છે 'સજા', રવિ શાસ્ત્રીએ કહ્યું..


BCCI સૂત્રએ કહી આ વાત
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે તે હવે ફિટ છે. એનસીએમાં તેણે કેટલીક પ્રેક્ટિસ મેચ રમી હતી. તે મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ શકે છે. અમે તે નક્કી કરવા ઈચ્છતા હતા કે જ્યારે સૂર્યા એમઆઈમાં પરત જાય તો તે સંપૂર્ણ રીતે ફિટ હોય અને મેચ રમવા તૈયાર હશે. આઈપીએલ પહેલા તે પોતાના ફિટનેસ  ટેસ્ટ દરમિયાન 100% અનુભવ કરી રહ્યો નહોતો, પરંતુ અમે તે જોવાનો પ્રયાસ કર્યો કે શું બેટિંગ કરવા સમયે તેને કોઈ દુખાવો હતો. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે બેટરે ત્રણ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું છે.


સાઉથ આફ્રિકામાં ટી20 સિરીઝ દરમિયાન સૂર્યકુમાર યાગવને પેનીમાં ઈજા થઈ હતી અને તે શરૂઆતમાં સાત સપ્તાહ માટે બહાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં વધુ એક ઈજા સામે આવી અને તેણે હર્નિયાનું ઓપરેશન કરાવવું પડ્યું, જેના કારણે તે અત્યાર સુધી મેદાનમાંથી બહાર હતો. હવે સૂર્યા આઈપીએલથી ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે. આઈપીએલ બાદ ટી20 વિશ્વકપ પણ છે, એટલે સૂર્યાનું ફોર્મ અને ફિટનેસ ભારતીય ટીમ માટે પણ મહત્વની છે.