India vs England 1st T20: ટેસ્ટ સીરિઝની હારને ભૂલાવીને ભારતીય ટીમ ટી20 સીરિઝમાં એક નવી શરૂઆત કરવા ઈચ્છશે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચ રમશે. ભારતીય ટીમની પાસે ઘણા મેચ વિનર પ્લેયર્સ છે, જે તેમણે સીરિઝ જીતાડી શકે છે. જ્યારે નંબર ચાર માટે ટીમ ઈન્ડિયામાં ત્રણ મોટા દાવેદાર છે. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન રોહિત શર્મા કોને મોકો આપે છે, કારણ કે આ બેટિંગ પોઝિશન ટીમ ઈન્ડિયા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થવાથી આઈપીએલ 2022ની વચ્ચેથી બહાર થઈ ગયા હતા. હાલમાં પુરી થયેલી આયરલેન્ડ સીરિઝમાં તેમનું બેટ બિલકુલ ચૂપ રહ્યું હતું. તે રન બનાવવામાં અસફળ રહ્યા હતા. પહેલી મેચમાં તેઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા અને ત્યારબાદ બીજી મેચમાં તે માત્ર 15 રન જ બનાવી શક્યા, પરંતુ સૂર્યકુમાર યાદવ મોટા ખેલાડી છે.


2. દીપક હુડ્ડા
દીપક હુડ્ડાએ આઈપીએલ 2022માં કમાલનો ખેલ દેખાડ્યો. તે લખનઉ સુપર જાયન્ટ્સ માટે સૌથી મોટા મેચ વિનર બનીને ઉભરાયા હતા. જ્યારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ તે એક પણ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બની શક્યા નહોતા, પરંતુ તેમની કમી તેમણે આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં પુરી કરી દીધી. તેમણે પહેલી મેચમાં ઓપનિંગ કરતા 47 રન બનાવ્યા. જ્યારે બીજી મેચમાં પોતાની બેટિંગ સ્કિલને જોતા તેમણે 104 રનની ઈનિંગ રમી હતી. 


3. રાહુલ ત્રિપાઠી
રાહુલ ત્રિપાઠીએ આઈપીએલ 2022માં પોતાની રમતથી તમામના દિલ જીતી લીધા. તેમણે પોતાના દમ પર સનરાઈઝર્સ હૈદરાબાદને ઘણી મેચ જીતાડી. તે ટીમ માટે સૌથી મોટા મેચ વિનર બનીને ઉભર્યા. આઈપીએલ 2022ની 14 મેચોમાં તેમણે 414 રન પણ બનાવ્યા હતા. તેમના વિસ્ફોટક ફોર્મને જોતા સેલેક્ટર્સે તેમણે ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube