Suryakumar Yadav: વર્લ્ડ  કપ 2023માં ટીમ ઈન્ડિયાના બેટર સૂર્યકુમાર યાદવ ખુબ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો છે. સૂર્યકુમાર યાદવે સમગ્ર વર્લ્ડ કપ ટુર્નામેન્ટ અને ખાસ કરીને ફાઈનલ જેવી મહત્વની મેચમાં જે રીતે રમત રમી દેખાડી ત્યારબાદ તેની પસંદગી પર સવાલ ઉઠી રહ્યા છે. સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ટી20 ઈન્ટરનેશનલમાં ભલે શાનદાર હોય, પરંતુ વનડે ફોર્મેટમાં તેણે ટીમ ઈન્ડિયાને ડૂબોડી દેવા જેવું કામ કર્યું છે. મોટાભાગના ક્રિકેટ ફેન્સ વર્લ્ડ કપ ફાઈનલમાં સૂર્યકુમાર યાદવની ફ્લોપ  બેટિંગને લઈને ટીકા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનડે નહીં ફક્ત ટી20 ખેલાડી છે સૂર્યકુમાર યાદવ?
સૂર્યકુમાર યાદવે પોતાની છેલ્લી 8 વનડે ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં 8, 2, 49, 12, 22, 2*, 1, 18 રન કર્યા છે. વર્લ્ડ કપ 2023માં સૂર્યકુમાર યાદવને નંબર 6 પર બેટિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તે ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો. વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાનું સંતુલન બગડી ગયું અને કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને રમવાની તક આપી. સૂર્યકુમાર યાદવના બેટથી વર્લ્ડ કપ 2023ની સાત મેચોમાંથી એક પણ અડધી સદી ન નીકળી. સૂર્યકુમાર યાદવના ચક્કરમાં ઈશાન કિશન જેવા ટેલેન્ટેડ બેટરે વર્લ્ડ કપ 2023ની મોટાભાગની મેચોમાં બેન્ચ પર બેસવું પડ્યું. 


તક આપીને કરી ભૂલ?
સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ 2023માં ફ્લોપ થઈને એ સાબિત કરી દીધુ કે તે વનડે નહીં પરંતુ ટી20 ફોર્મેટ માટે બન્યો છે. ગત રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 18 રન કર્યા. ફેન્સને સૂર્યકુમાર યાદવની એક આક્રમક ઈનિંગની આશા હતી પરંતુ તે ખુબ જ સુસ્ત અને ધીમી ઈનિંગ રમીને આઉટ થઈ ગયો. ટીમ ઈન્ડિયાએ જ્યારે 214 રનના સ્કોર પર પોતાની 8 વિકેટ ગુમાવી તો સૂર્યકુમાર યાદવની એક ધૂંઆધાર ઈનિંગ મેચનું પાસું પલટી શકે તેમ હતી. 


ભારતીય ફેન્સને કર્યા નિરાશ
સૂર્યકુમાર યાદવની એક ધૂંઆધાર ઈનિંગથી ટીમ ઈન્ડિયા 270 રન સુધી પહોંચી શકે તેમ હતી. પરંતુ એવું  બન્યું નહીં. સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 18 રન કરીને આઉટ થઈ ગયો અને ટીમ ઈન્ડિયા પછી તો 240 રન પર સમેટાઈ ગઈ. સૂર્યકુમાર યાદવની આ ઈનિંગ બદલ તે હવે આલોચકોના નિશાના પર છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 37 વનડે મેચોની 35 ઈનિંગમાં 25.76 ની ખરાબ સરેરાશથી 773 રન કર્યા છે. આ દરમિયાન તેના બેટથી ફક્ત 4 અડધી સદી નીકળી છે. સૂર્યકુમાર યાદવના આ ફ્લોપ પ્રદર્શનથી એક વાત નક્કી થઈ ગઈ  કે તેની વનડે ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનતી નથી. 


સૂર્યકુમાર યાદવને વનડેમાંથી બહાર કરવો જરૂરી
વનડેમાં નંબર 6 પર એવા બેટરની જરૂર હોય છે જે ટીમને અંત સુધી સંભાળીને રાખે અને તેને જીતની નજીક લઈ જાય અને સૂર્યકુમાર યાદવ એવું કરી શકતો નથી. સૂર્યકુમાર યાદવને વનડેથી બહાર કરવો જરૂરી બની ગયો છે નહીં તો ભારતે ફરીથી હારનો સામનો કરવો પડશે. ભારતીય વનડે ટીમમાં ઈશાન કિશન, તિલક વર્મા અને રિંકુ સિંહ નંબર 6 પર બેટિંગ કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઈશાન કિશન, તિલક વર્મા, અને રિંકુ સિંહ મેદાનમાં ચારેબાજુ એકથી એક ચડિયાતા શોટ્સ રમવાની અને રન ભેગા કરવાની કળા જાણે છે. ઈશાન કિશન, તિલક વર્મા, અને રિંકુ સિંહ વિસ્ફોટક બેટિંગથી વિરોધી ટીમના બોલિંગ ક્રમને વેરવિખેર પણ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube