Suryakumar Yadav Record: સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટી20 સિરીઝ રમી રહી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. જ્યારે બીજો મુકાબલો ગ્કેબેરહાના સેન્ટ જોર્જ પાર્કમાં રમાઈ રહ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ભારત માટે ટી20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બીજો બેટર બની ગયો છે. આ સિવાય તે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યા પહેલા ભારત માટે વિરાટ કોહલીએ ટી20માં સૌથી ઝડપી 2 હજાર રન પૂરા કર્યાં હતા. તો ટી20માં સૌથી ઝડપી 2 હજાર રન બનાવનાર બેટરોના લિસ્ટમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ નંબર એક પર છે. બાબરે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 52 ઈનિંગમાં 2 હજાર રનનો આંકડો પાર કર્યો હતો. પછી લિસ્ટમાં પાકિસ્તાનનો વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન પણ સંયુક્ત રૂપથી પ્રથમ નંબર પર છે, જેણે 52 ઈનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા.


ત્યારબાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા, સૂર્યકુમાર યાદવ સંયુક્ત રીતે બીજા અને કેએલ રાહુલ ત્રીજા ક્રમે છે. સૂર્યાએ કેએલ રાહુલને પાછળ છોડ્યો છે. સૂર્યાએ 56 T20 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા, જ્યારે કેએલ રાહુલે 58 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ T20Iમાં 56 ઇનિંગ્સ રમીને 2000 રન પૂરા કર્યા, જે સૂર્યકુમાર યાદવની બરાબર છે.


T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન (ઈનિંગ્સની દ્રષ્ટિએ)
52 ઇનિંગ્સ – બાબર આઝમ
52 ઇનિંગ્સ - મોહમ્મદ રિઝવાન
56 ઇનિંગ્સ - વિરાટ કોહલી
56 ઇનિંગ્સ - સૂર્યકુમાર યાદવ*
58 ઇનિંગ્સ - કેએલ રાહુલ.


ભારત માટે ટી20માં સૌથી વધુ રન કરનાર બેટર
ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધી 107 ઈનિંગમાં 4008 રન બનાવ્યા છે. આ સિવાય રોહિત શર્મા ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવવામાં બીજો, કેએલ રાહુલ ત્રીજો અને સૂર્યકુમાર યાદબ ચોથો બેટર બની ગયો છે. 


4008 રન - વિરાટ કોહલી (107 ઇનિંગ્સ)
3853 રન - રોહિત શર્મા (140 ઇનિંગ્સ)
2256 રન - કેએલ રાહુલ (68 ઇનિંગ્સ)
2000* રન - સૂર્યકુમાર યાદવ (56 ઇનિંગ્સ).