IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં સીરિઝની બીજી વનડે રમાશે. આ મેચ આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે, મેચના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે ટીમ ઈન્ડિયાએ નેટ્સ પર સખત પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે લાંબી લાંબી સિક્સર ફટકારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યકુમાર યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એકથી એક ચડિયાતા શોટ ફટકારતા જોવા મળી રહ્યા છે. સ્ક્વેર લેગ પર તેનો મનપસંદ શોટ રમવા ઘૂંટણિયે પડીને સૂર્યાએ આગળ વધીને છગ્ગા ફટકારતા પણ દેખાયા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.



ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે
ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડે 12 રને જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બીજી મેચ આજે રાયપુરમાં રમાવાની છે, જે જીતવી બંને ટીમો માટે જરૂરી રહેશે. ટીમ ઈન્ડિયા જ્યાં રાયપુરમાં જીત નોંધાવીને સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે તો બીજી તરફ સિરીઝમાં પાછળ રહી ગયેલી ન્યૂઝીલેન્ડ બરાબરી કરવા ઈચ્છશે.


ICC સાથે થયું 2.5 મિલિયન ડૉલરનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો


મૌકા...મૌકા...! ભારત-પાકિસ્તાનના મહામુકાબલા માટે મંચ તૈયાર, જાણો મેચ અંગેની માહિતી


આ દેશમાં દીકરીનો જન્મ ન થવો જોઈએ, ફરી ભાવુક થઈ વિનેશ ફોગાટ, PM પાસે માંગ્યો ન્યાય


ભારત વિ ન્યુઝીલેન્ડ હેડ ટુ હેડ રેકોર્ડ્સ


ODI ઈતિહાસમાં ભારત અને ન્યુઝીલેન્ડ અત્યાર સુધી 114 વખત ટકરાયા છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 56માં જીત મેળવી છે, જ્યારે કીવી ટીમે 50 વનડે જીતી છે. 7 મેચનું પરિણામ આવ્યું ન હતું જ્યારે એક મેચ ટાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 26 વન-ડે જીતી છે, જ્યારે કીવી ટીમે પણ ઘરઆંગણે 26 વન-ડે જીતી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube