નવી દિલ્લીઃ ઘણા પ્રયાસો બાદ દિલ્લી પોલીસે ભારતીય રેસલર સુશીલ કુમારને સાગર રાણાના હત્યા કેસમાં ધરપકડ કરી. પરંતુ, સુશીલ કુમાર એક માત્ર ઓલ્મિપિક ચેમ્પીયન નથી જે ગુનેગાર બન્યા. અન્ય પણ ઘણા ઓલ્મિપિક મેડાલિસ્ટ છે. જે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશીલ કુમાર:
ભારતના સૌથી પ્રખ્યાત અને ચર્ચિત રેસલરમાંથી એક સુશીલ કુમાર હાલ 6 દિવસની કસ્ટડીમાં છે. તેના પર આરોપ છે કે તેણે 23 વર્ષિય સાગર રાણાને હત્યા કરી છે. સાગરની મોત બાદ સુશીલ 2 અઠવાડીયા સુધી ફરાર હતો. જે બાદ દિલ્લી પોલીસ તેની ધરપકડ કરી અને આ કેસની તપાસ હાલ ચાલી રહી છે.


ટીમ મોન્ટગોમ્રી:
ટીમ મોન્ટગ્રોમી અમેરિકી એથલિટ છે જેના નામે એક સમયે ફાસ્ટેસ્ટ 100 મીટર ડેસનો વર્લ્ડ રેકોર્ડ હતો. પરંતુ, અયોગ્ય પદાર્ધ લેવા બદલ તેના પર બેન લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, 2006માં બેંક સાથે છેતરપિંડીના કેસમાં તેને એરેસ્ટ કરાયો હતો. પછી પણ 2008માં ડ્રગ્સ કેસમાં તેની સંડોવણી બહાર આવી હતી.

ઑસ્કર પીસ્ટોરિયસ:
ઑસ્કર એક સાઉથ આફ્રિકન પેરાલ્મિપિક એથલીટ છે. જે બ્લેડ રનર છે. ઑસ્કરની 2013માં તેની ગર્લફ્રેન્ડ રિવા સ્ટિનકાંપની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. પરંતુ, 2015માં તેને છોડવામાં આવ્યો હતો. અને તેને હાઉસ એરેસ્ટ કરાયો હતો.


માઈકલ ફેલેપ્સ:
માઈકલ ફેલેપ્સ એક ચેમ્પિયન ઓલ્પિયન છે. જેને 28 ઓલ્પિક મેડલ મળ્યા છે. જેમાં 23 ગોલ્ડ મેડેલ છે. માઈકલ સામે અનેકવાર નાના મોટા ગુના નોંધાયા છે.


ક્લેટ કેલર:
ક્લેટ કેલર 2 ટાઈમનો સ્વિમિંગ ચેમ્પિયન છે. જેની સામે USમાં તોફાન કરવાનો કેસ નોંધાયો છે. ક્લેટના ફોટા પ્રદર્શકારીયો સાથે વાયરલ થયા હતા. વિરોધ બદલ તેની સામે 7 ચાર્જ લગાવવામાં આવ્યા હતા.