નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે એમ્સમાં નિધન થઈ ગયું હતું. તેઓ 67 વર્ષના હતા. મંગળવારે રાત્રે હાર્ટ એટેક આવ્યા બાદ તેમના ગંભીર હાલતમાં રાત્રે 9 કલાકે એઇમ્સ લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટરો તેમના બચાવી શક્યા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુષમા સ્વરાજના નિધન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દુખ વ્યક્ત કર્યું છે. વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યું, 'સુષમા જીના નિધનના સમાચારથી ખુબ દુખ થયું, તેમની આત્માને શાંતિ મળે.'



ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું, 'સુષમા સ્વરાજ જીના નિધન વિશે સાંભળીને દુખ થયું. તેમની આત્માને શાંતિ મળે. તેઓ મહિલા સશક્તિકરણનું પ્રતીક અને વિશ્વના ખૂણે-ખૂણેના નાગરિકોનું ધ્યાન રાખનારા હતા.'



વિરાટ કોહલી અને સચિન તેંડુલકર સિવાય પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, મોહમ્મદ કેફ, ગૌતમ ગંભીર અને બોક્સર વિજેન્દર સિંહે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. 







મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદ તેમના ઘરે પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય અન્ય પાર્ટીના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.