નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી સૂજી બેટ્સે પોતાના નામે એક મોટી ઉપલબ્ધિ હાસિલ કરી છે. તે ટી20 ઈન્ટરનેશનલમાં 3 હજાર રન પૂરા કરનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઇ રહેલા મહિલા વર્લ્ડ ટી-20માં શુક્રવારે આયર્લેન્ડ વિરુદ્ધ તેણે આ સિદ્ધિ મેળવી હતી. સૂજીએ પોતાના 108માં ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 3000 રન પૂરા કર્યા હતા. તેના નામે હવે 105 ઈનિંગમાં 30.68ની એવરેજથી 3007 રન નોંધાયેલા છે. તેણે 1 સદી અને 20 અડધી સદી ફટકારી છે. 


31 વર્ષીય સૂજીએ શુક્રવારની મેચમાં 11 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ આ મેચ 8 વિકેટે જીત્યું હતું. આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 79 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવીને 7.3 ઓવરમાં 81 રન બનાવી મેચ જીતી લીધી હતી. પરંતુ તેની ટીમ સેમીમાં જગ્યા બનાવવામાં અસફળ રહી છે. ગ્રુપ-બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ભારત અંતિમ ચારમાં પહોંચી ચુક્યા છે. 


SLvsENG: શ્રીલંકામાં ઈંગ્લેન્ડની મોટી સિદ્ધિ, 17 વર્ષ બાદ જીતી ટેસ્ટ શ્રેણી