સેન્ટ પીટર્સબર્ગઃ સ્વીડને અત્યંત રોમાંચક અને મુશ્કેલ મેચમાં સ્વિટ્ઝરલેન્ડને 1-0થી હરાવીને ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. સ્વીડને 24 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. વર્ષ 1994ના ફીફા વર્લ્ડ કપમાં સ્વીડનની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. ખાસ વાત તે છે કે, સ્વીડનની હાલની ટીમમાં સામેલ પ્રત્યેક ખેલાડી પ્રથમવાર ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટ પીટર્સબર્ગમાં રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં બંન્ને ટીમોના ડિફેન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું. પ્રથમ હાફમાં બંન્ને ટીમને કેટલિક તક મળી પરંતુ સફળતા ન મળી. હાફ ટાઇમ સુધી મેચ 0-0ની બરોબરી પર રહ્યો. ત્યારબાદ બીજા હાફમાં બંન્ને ટીમોએ ઝડપ વધારી અને સફળતા સ્વીડનને 66મી મિનિટે મળી. 


એમિલ ફોર્સબર્ગે 66મી મિનિટમાં ગોલ કરીને સ્વીડનને લીડ અપાવી જે નિર્ણાયક સાબિત થઈ. એક્સ્ટ્રા ટાઇમમાં સ્વિસ પ્લેયર માઇકલ લૈંગે સ્વીડનના માર્ટિન ઓલ્સનને ધક્કો માર્યો અને પેનલ્ટીને લઈને VAR (વીડિયો આસિસ્ટેન્ટ રેફરી)ની મદદ લેવામાં આવી. તેમાં ફ્રી કિક સ્વીડનને મળી જેને ગોલમાં ન ફેરવી શક્યા અને સ્વિટ્ઝરલેન્ડને હારનો સામનો કરવો પડ્યો. 


ગ્રુપ સ્ટેજમાં આવી રહી સફર
સ્વિટ્ઝરલેન્ડે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક મેચ પણ જીત્યો હતો. તેણે પ્રથમ મેચમાં બ્રાઝીલ વિરુદ્ધ 1-1થી ડ્રો રમ્યો જ્યારે બીજા મેચમાં સર્બિયાને 2-1થી પરાજય આપ્યો અને ત્રીજો મેચ કોસ્ટા રિકા સામે 2-2થી ડ્રો રહ્યો. સ્વીડને ગ્રુપ રાઉન્ડમાં માત્ર એક મેચ હાર્યો હતો. તેણે પ્રથમ મેચમાં કોરિયાને 1-0થી હરાવ્યું જ્યારે ત્રીજા મેચમાં મેક્સિકોને 3-0થી હરાવ્યું હતું. બીજા મેચમાં જર્મની વિરુદ્ધ 1-2થી તેનો પરાજય થયો હતો.