T-20 Worldcup 2022: T-20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ 16 ટીમના કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સ 15 ઓક્ટોબરે મેલબર્નમાં થઈ. દરેક કેપ્ટને પોતાની ટીમની વાત મૂકી હતી. તેમની વાતથી તેમની ટીમના ઈરાદાનો ખ્યાલ આવે છે. અને જો તમે આ 16 કેપ્ટનના નિવેદનનને વાંચશો તો તમે અનુમાન લગાવી શકશો કે તેઓ શું વિચારે છે અને તેમની ટીમ કેટલો દમ રાખે છે. મેલબર્નમાં પ્રેસ કોન્ફરન્સની શરૂઆત ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન સાથે થઈ અને પછી તેમાં ધીમે-ધીમે બીજા બધા કેપ્ટન એક પછી એક જોડાતા ગયા. ખાસ વાત એ રહી કે બધા કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાં એકસાથે બેઠા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ):
લોકો અમને અંડરડોગ સમજતા હોય તો ભલે સમજે. અમારી ટીમની જેમ તમામ ટીમની સાથે અલગ ટેગ જોડાયેલું છે. આ વર્ષ દર વર્ષની જેમ બદલાતું રહે છે. અમે ગયા વર્ષે ફાઈનલ મેચ રમી હતી. આ વખતે પણ અમારી ટીમમાં અનેક મેચ વિનર્સ છે.


મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન) :
અમારા દેશમાં રાજકીય પરિસ્થિતિ કેવી છે તેનાથી દરેક લોકો પરિચિત છે. અમે પોતાના પરફોર્મન્સથી પોતાના દેશવાસીઓના ચહેરા પર સ્મિત લાવવા માગીએ છીએ.


દસુન શનાકા (શ્રીલંકા):
અમે આત્મવિશ્વાસથી ભરપૂર છીએ. અમારું ફોકસ ટી-20 વર્લ્ડ કપ જીતવાનું છે. લાહિરુ કુમારા અને દુષ્મંતા ચમીરાની વાપસીથી અમારો જોશ વધ્યો છે.


એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા) :
યોગ્ય સમયે યોગ્ય વસ્તુની ક્લિક કરવી સૌથી જરૂરી છે. અમારી ટીમમાં બેલેન્સ છે. બધાને પોતાનો રોલ ખબર છે. એક ટીમ તરીકે અમે સારું ફીલ કરી રહ્યા છીએ.


જોસ બટલર (ઈંગ્લેન્ડ):
સામાન્ય રીતે યજમાન દેશ હંમેશા ફેવરિટ હોય છે. તે સિવાય ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. પરંતુ તેમ છતાં ટી-20 એવી ગેમ છે જેમાં નાનું માર્જિન પણ મોટું મહત્વ રાખે છે.


સીપી રિઝવાન (યૂએઈ) :
અમારું લક્ષ્ય પહેલા સુપર-12 માટે ક્વોલિફાય કરવાનું છે. પછી તેના પછી ટુર્નામેન્ટની આગળની સફર વિશે વિચારીશું.


નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ):
અમે વધારે દબાણ લઈ રહ્યા નથી. અમે બસ બેસ્ટ ક્રિકેટ રમવા માગીએ છીએ. જેથી ક્વોલિફાઈંગ રાઉન્ડ ક્લિયર કરીને આગામી દોરમાં પ્રવેશી શકીએ.


રોહિત શર્મા (ભારત) :
પાકિસ્તાન સાથે મોટી મેચ છે. પરંતુ અમે હંમેશા તેના વિશે વાત કરતા નથી. શમીના આવવાથી બોલિંગમાં અનુભવ વધ્યો છે. અમે બુમરાહને ચોક્કસ યાદ કરીશું. પરંતુ ઈજા એક એવી વસ્તુ છે જેના પર તમારો કંટ્રોલ રહેતો નથી.


બાબર આઝમ (પાકિસ્તાન) :
પાકિસ્તાનને હંમેશા તેની ઝડપી બોલિંગ માટે ઓળખવામાં આવે છે. શાહીદ આફ્રિદીની વાપસીથી અમારી બોલિંગ તાકાત વધી છે. હેરિસ રઉફ પણ સારું કરી રહ્યો છે. અમારી પાસે એવા અનેક ખેલાડી છે જેનાથી શાનદાર કોમ્બિનેશન બનાવવામાં મદદ મળશે.


ટેમ્બા બાવુમા (સાઉથ આફ્રિકા) :
અમે ચોક્કસથી થોડા દબાણમાં છીએ પરંતુ મહત્વપૂર્ણ રહેશે કે અમે પોતાની રમતનો ભરપૂર આનંદ લઈશું.


શાકિબ અલ હસન:
અમારી ટીમ નવી છે. મને લાગે છે કે જેટલા ખેલાડી છે તે બધા ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટી-20 મેચ રમશે.


એન્ડ્ર્યુ બાલબર્ની:
છેલ્લા વર્ષના નિરાશાજનક પ્રદર્શન પછી નવા કોચની કમાનમાં અમે ઘણી તૈયારી કરી છે. ટીમમાં અનેક સિનિયર ખેલાડી પણ આવી ગયા છે.


સ્કોટ એડવર્ડ્સ (નેધરલેન્ડ):
અમે ક્યારેય MCG પર ક્રિકેટ રમ્યા નથી. પરંતુ ટુર્નામેન્ટના કોઈપણ વળાંક પર ત્યાં રમવાને લઈને ઉત્સાહિત છીએ.


રિચી બેરિંગ્ટન (સ્કોટલેન્ડ) :
આ વર્ષે અમે જે શાનદાર પ્રદર્શન કર્યુ છે, તેનાથી અમારો આત્મવિશ્વાસ ગયા વર્ષે રમાયેલ ટી-20 વર્લ્ડ કપની સરખામણીમાં વધ્યો છે. અમે સારી શરૂઆત માટે તત્પર છીએ.