નવી દિલ્લી: T-20 વર્લ્ડ કપ 2022નું આયોજન ઓસ્ટ્રેલિયાની ધરતી પર થઈ રહ્યું છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં કેટલીક ટીમ ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. તેમાં યજમાન ઓસ્ટ્રેલિયા પણ છે. જે પોતાના ટાઈટલને બચાવવા માટે આતુર છે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે 14 નવેમ્બરે દુબઈમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પહેલીવાર ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. આંકડાના હિસાબથી જોઈએ તો એરોન ફિંચની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના ઘરમાં ટાઈટલ જીતી શકે તેમ લાગતું નથી. ઈતિહાસમાં અત્યાર સુધી એકપણ યજમાન ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતી શકી નથી. સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. એટલે કે સતત બે ટાઈટલ અત્યાર સુધી એકપણ ટીમ જીતી શકી નથી. જો ઓસ્ટ્રેલિયાઈ ટીમ આ કારનામું કરવામાં સફળ થાય છે તો તે બે-બે રેકોર્ડ પોતાના નામે કરી લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2007:
વર્લ્ડ કપની પહેલી સિઝન સાઉથ આફ્રિકામાં આયોજિત કરવામાં આવી હતી. એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. યજમાન સાઉથ આફ્રિકા સુપર-8 સ્ટેજમાંથી આગળ વધી શક્યું ન હતું.



2009:
ઈંગ્લેન્ડની જમીન પર ટી-20 વર્લ્ડ કપનું 2009માં આયોજન થયું હતું. છેલ્લી વખતની ઉપવિજેતા પાકિસ્તાને આ વખતે ટાઈટલ પોતાના નામે કર્યું હતું. અને તેણે ફાઈનલમાં શ્રીલંકાને પરાજય થયો હતો. 2007ની ચેમ્પિયન ટીમ ભારત અને યજમાન ઈંગ્લેન્ડ તો સેમીફાઈનલમાં પણ પહોંચી શક્યા ન હતા.


2010:
વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2010માં ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. જોકે યજમાન ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે સેમીફાઈનલ સુધી પહોંચવામાં પણ સફળ ન થઈ શકી. 2010ના સિઝનનું ટાઈટલ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત્યું હતું. 2009ની ચેમ્પિયન પાકિસ્તાનને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.


2012:
શ્રીલંકાની યજમાનીમાં વર્ષ 2012માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. આ વખતે વર્લ્ડ કપનું ટાઈટલ વેસ્ટ ઈન્ડિઝે પોતાના નામે કર્યું હતું. ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યજમાન શ્રીલંકાને હરાવ્યું હતું. 2010ની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ સુપર-8 સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું.


2014:
બાંગ્લાદેશની યજમાનીમાં થયેલ 2014ની ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ શ્રીલંકાએ જીત્યું હતું. ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને હાર આપી હતી. યજમાન બાંગ્લાદેશ સુપર-10 સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. તેણે 2012ના ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને સેમીફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.


2016:
ભારતે સફળતાપૂર્વક ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. જોકે યજમાન ટીમનું પ્રદર્શન પહેલાંની જેમ સારું રહ્યું ન હતું અને તે સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝના હાથે હારીને બહાર નીકળી ગઈ. તેના પછી વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવીને બીજીવાર ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. 2014ની ચેમ્પિયન ટીમ શ્રીલંકા સેમીફાઈનલમાં પણ પહોંચી શક્યું ન હતું.


20121:
યૂએઈ અને ઓમાને મળીને 2019માં ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. જ્યાં યૂએઈ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય પણ થઈ શક્યું નહીં. જ્યારે ઓમાનને પહેલા રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું હતું. 2016ની ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ પણ સુપર-12 સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. ટાઈટલ મુકાબલા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયો. જેમાં કાંગારુની ટીમે જીત મેળવી હતી. આંકડાથી ખ્યાલ આવે છેકે વેસ્ટ ઈન્ડિઝ જ એક એવી ટીમ છે, જેણે અત્યાર સુધી બે વખત ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું છે. તે સિવાય પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ભારત 1-1 વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે કઈ ટીમ ચેમ્પિયન બને છે.