T10 લીગઃ મોહમ્મદ શહઝાદે 12 બોલમાં ફટકારી અડધી સદી, 17 મિનિટમાં ટીમને અપાવી જીત
દુબઈમાં રમાયેલા આ મેચમાં શહઝાદ અને બ્રેન્ડન મેક્કુલમે ઈનિંગની શરૂઆત કરી અને 4 ઓવરમાં જીત અપાવી દીધી હતી.
નવી દિલ્હીઃ અફગાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ શહઝાદે બુધાવારે આક્રમક અંદાજમાં રમતા ટી20 લીગમાં પોતાની ટીમ રાજપૂતને પરફેક્ટ-10 જીત અપાવી છે. સિંધીજ ટીમે 10 ઓવરમાં 6 વિકેટ પર 94 રન બનાવ્યા. રાજપૂત ટીમે 4 ઓવમરાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 96 રન બનાવી 10 વિકેટથી જીત મેળવી હતી. મેન ઓફ ધ મેચ રહેલા મોહમ્મદ શહઝાદ 74 રન બનાવી અણનમ રહ્યો હતો.
દુબઈમાં રમાયેલા આ મેચમાં શહઝાદ અને બ્રેન્ડન મેક્કુલમે ઈનિંગની શરૂઆત કરી અને 4 ઓવરમાં જીત અપાવી દીધી હતી. વિકેટકીપર બેટ્સમેન શહઝાદે 16 બોલની પોતાની તોફાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. મેક્કુલમ (21*) 8 બોલ પર 1 ફોર અને બે સિક્સ ફટકારી હતી.
30 વર્ષીય શહઝાદે મેક્કુલમની સાથે મળીને માત્ર 17 મિનિટમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ ટી10 લીગમાં કોઈપણ બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. શહઝાદે માત્ર 12 બોલમાં અડધી સદી પૂરી કરી લીધી હતી. આ પણ ટી10 લીગમાં એક રેકોર્ડ છે.
આ પહેલા કેપ્ટન શેન વોટસન (42)ની ઈનિંગને કારણે સિંધીજ ટીમે 6 વિકેટ પર 94 રન બનાવ્યા હતા. વોટસને 20 બોલ પર 4 ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. રાજપૂત ટીમ માટે રમી રહેલા મુનાફ પટેલે 2 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટે 2 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી હતી.