T10 ક્રિકેટ લીગઃ ફાઇનલમાં નોર્દર્ન વોરિયર્સના આ ખેલાડીઓ પર રહેશે નજર
ટી10 લીગમાં નોર્દર્ન વોરિયર્સનો ફાઇનલમાં મુકાબલો શાહિદ અફરીદીની પખ્તૂન્સ સામે થશે.
શારહાજઃ ટી10 લીગની બીજી સિઝનના ફાઇનલમાં નોર્દર્ન વોરિયર્સનો મુકાબલો પખ્તૂન્સ સામે થશે. બંન્ને ટીમો સુપર લીગમાં ટોપ પર રહી હતી. આ બંન્ને ટીમો ક્વોલિફાયર વન અને ટૂમાં સામસામે ટકરાઇ હતી, જેમાં પખ્તૂન્સે વોરિયર્સને હરાવી હતી. ડેરેન સેમીની આગેવાનીમાં નોર્દર્ન વોરિયર્સની ટીમને ફરી એકવાર શાહિદ આફરીદીની પખ્તૂન્સ પાસેથી મોટો પડકાર મવળાની આશા છે, પરંતુ ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે, આ વખતે પખ્તૂન્સ માટે વોરિયર્સને હરાવવું સરળ નહીં રહે.
બંન્ને ટીમો વચ્ચે ક્વોલિફાયર ફાઇનલ મુકાબલમાં પખ્તૂન્સે નોર્દર્ન વોરિયર્સને રોમાંચક મેચમાં 13 રને હરાવ્યું હતું આ મેચમાં પખ્તૂન્સે તોફાની બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નોર્દર્ન વોરિયર્સ 122 રન બનાવી શકી અને 13 રને મેચ હારી ગઈ હતી.
ગત મેચને જોતા આ વખતે પખ્તૂન્સનો માર્ગ વધુ મુશ્કેલ બનવાનો છે. નોર્દર્ન વોરિયર્સની ટીમ આ વખતે પખ્તૂન્સને મોટી ટક્કર આપવાના મૂડમાં છે. ટીમમાં ઘણા ખેલાડી એવા છે જેના પર તમામની નજર રહેશે. તેમાં નિકોલસ પૂરન, સિમન્સ, હાર્ડસ વિજ્લોએન, પાવેલ, રસેલ પર તમામની નજર રહેશે.
નિકોલસ પૂરન
આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે મરાઠા અરેબિયન્સ વિરુદ્ધ ટીમને જીત અપાવી હતી. પૂરને આ મેચમાં 16 બોલમાં 43 રન ફટકાર્યા હતા. પૂરને પંજાબી લીજેન્ડ્સ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી જેમાં તેણે ટી10 ક્રિકેટ લીગનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પૂરને આ મેચમાં 10 સિક્સ અને બે ફોરની મદદથી માત્ર 25 બોલમાં 77 રન ફટકાર્યા હતા.
T10 ક્રિકેટ લીગઃ ફાઇનલમાં નોર્દર્ન વોરિયર્સ સામે ટકરાશે પખ્તૂન્સ, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ
લિંડલ સિમન્સ
નિકોલન પૂરનનો આ લીગમાં વિન્ડીઝનો સિમન્સ પણ સારો સાથ આપી રહ્યો છે. એલિમિનેટર મેચમાં મરાઠા એરેબિયન્સ વિરુદ્ધ તેણે 14 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું અને પોતાની ટીમને 10 વિકેટે વિજય અપાવ્યો હતો. આ સિવાય સિમન્સે પંજાબી લીજેન્ડ્સ વિરુદ્ધ પણ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા.
રૌવમૈન પાવેલ
રૌવમૈન પાવેલે પણ એલિમિનેટર મેચમાં પખ્તૂન્સ વિરુદ્ધ 80 રનની તોફાની ઈનિંગ રમી હતી. પરંતુ તે અન્ય મેચમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. ટીમને તેની પાસેથી ફાઇનલમાં મોટી ઈનિંગની આશા છે.
હાર્ડસ વિલ્જોએન
હાર્ડ્સ નિલ્જોએને આ લીગમાં શાનદાર બોલિંગ કરી છે. લીગ મેચોમાં તેની એવરેજ શાનદાર રહી છે. કેટલિક મેચમાંતો પાંચથી ઓછી રહી છે મરાઠા અરેબિયન્સ વિરુદ્ધ તો તેણે બે ઓવરમાં માત્ર 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
આ મેચમાં નોર્દર્ન વોરિયર્સને સૌથી વધુ ખતરો કેપ્ટન શાહિદ અફરીદી પાસેથી હશે જેણે ક્વોલિફાયર ફાઇનલમાં 17 બોલમાં 59 રનની તોફાની ઈનિંગ રમી હતી.
ZEE5 છે નોર્દર્ન વોરિયર્સનું સ્પોન્સર
આ દિવસોમાં યૂએઈમાં ટી10 લીગની બીજી સિઝન ચાલી રહી છે. રવિવારે રાત્રે (2 ડિસેમ્બર) તેની ફાઇનલ નોર્દર્ન વોરિયર્સ અને પખ્તૂન્સ વચ્ચે રમાશે. ટી10 ક્રિકેટ લીગની બીજી સિઝનમાં નોર્દર્ન વોરિયર્સનું ટાઇટલ સ્પોન્સર ZEE5 છે. નોર્દર્ન વોરિયર્સ તે ત્રણ ટીમોમાંથી એક ટીમ છે, જેણે આ વર્ષે ટી10 ક્રિકેટ લીગમાં પર્દાપણ કર્યું છે. ZEE5, જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડની એક ગ્લોબલ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ છે. જેને હાલમાં 190+ દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નોર્દર્ન વોરિયર્સના કો-ઓવનર મોહમ્મદ મોરાની છે. તેમણે કહ્યું કે, ટી10 ક્રિકેટ એ 90 મિનિટ એન્ટરટેઇનમેન્ટનું થ્રિલર છે. તે માસને આકર્ષે છે. તેણે બીજી સિઝનમાં ઘણી સફળતા મેળવી છે. આ અંગે વાત કરતા ZEE5 ચીફ બિઝનેસ ઓફિસર (ગ્લોબલ) અર્ચના આનંદે જણાવ્યું કે, નાર્દર્ન વોરિયર્સના ટાઇટલ સ્પોન્સર તરીકે અમે રોમાંચ અનુભવી રહ્યાં છીએ. ટીમમાં ટેલેન્ડેટ ક્રિકેટરો છે, જેણે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.