કિગાલીઃ ઈંગ્લેન્ડમાં રમાઇ રહેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં જ્યારે ઇયોન મોર્ગન છગ્ગાનો વરસાદ કરી રહ્યો હતો, તે સમયે આફ્રિકામાં વિકેટોની પાનખર પણ આવી. વિકેટોની આ પાનખરમાં મહિલા ક્રિકેટ ટીમના સૌથી નાના સ્કોરનો રેકોર્ડ પણ બની ગયો. ટી20 ક્રિકેટનો આ અણગમતો રેકોર્ડ માલીની મહિલા ટીમે બનાવ્યો છે. તે ટીમ એક આંકડામાં સમેટાઇ ગઈ હતી. આ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટ (મહિલા)માં પહેલી તક છે, જ્યાકે કોઈ ટીમ બે આંકડામાં પ્રવેશ કરી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલીની મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર પોતાના નામે કર્યો હતો. યજમાન રવાંડાએ માલીની મહિલાઓને માત્ર છ રન પર ઢેર કરી દીધી હતી. વેબસાઇટ ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, આ પહેલા રેકોર્ડ ચીનની મહિલા ટીમના નામે હતો, જે આ વર્ષે જાન્યુઆરીમાં યૂએઈ વિરુદ્ધ માત્ર 14 રન પર આઉટ થઈ ગઈ હતી. 


માલીની ઈનિંગ 9 ઓવર સુધી ચાલી હતી. તેમાં માત્ર એક રન બેટથી આવ્યો જે ઓપનર મરિયમ સામાકેએ બનાવ્યો હતો. ત્યારબાદ શૂન્ટનો આંકડો સ્કોરશીટ પર રહ્યો હતો. આ ઈનિંગમાં પાંચ વધારાના રન સાથે માલીની ટીમ 6 રન બનાવી શકી હતી. રવાંડાની જોસિયાને ન્યારિનકૂંદિનેજાએ કોઈ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મૈરી બિમેનયિમાના અને લેગ સ્પિનર માર્કેયુરેટી વુમિલિયાએ બે-બે વિકેટ ઝડપી હતી. 


સૌથી ઝડપી જીતનો પણ રેકોર્ડ
માલી દ્વારા બનાવવામાં આવેલા 6 રનના સ્કોરને રવાંડાએ માત્ર ચાર બોલમાં હાસિલ કરી લીધો હતો. આ સાથે તેણે મહિલા ટી20મા સૌથી વધુ બોલ બાકી રહેતા જીત હાસિલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. રવાંડાની જ્યારે જીત થઈ હતી, ત્યારે તેની ઈનિંગમાં 116 બોલ બાકી હતા.