નવી દિલ્હીઃ ટેનિસથી લઈને બેડમિન્ટન સુધી ઘણી રમતોમાં મહિલા અને પુરૂષ ખેલાડી સાથે રમે છે. પરંતુ ક્રિકેટ, ફુટબોલ જેવી રમતોમાં આમ જોવા મળતું નથી. પરંતુ જો તમે ક્રિકેટમાં પણ આમ જોવા ઈચ્છો છો, જેમાં મહિલા અને પુરૂષ ક્રિકેટર એક ટીમમાં રમે, તો તમારી આ ઈચ્છા ઝડપથી પૂરી થઈ શકે છે. ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આવો મેચ યોજાવાનો સંકેત આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય મહિલા ક્રિકેટ છેલ્લા ઘણા સમયથી સારૂ પ્રદર્શન કરી રહી છે. પરંતુ તેને પુરૂષ ક્રિકેટરોની જેમ ન તો પૈસા મળે છે ન તો પ્રસિદ્ધિ. મિતાલી રાજથી લઈને દેશની તમામ મુખ્ય મહિલા ક્રિકેટર મહિલાઓ માટે પણ આવી આઈપીએલ જેવી લીગની માગ કરી રહી છે, જેમ પુરૂષ ક્રિકેટરો માટે હોય છે. પરંતુ બીસીસીઆઈ કોઈ કારણોથી આમ કરી શકતું નથી. 


મહિલાઓ માટે આઈપીએલ જેવી લીગ ભલે શરૂ ન થઈ હોય, પરંતુ મહિલા અને પુરૂષ ક્રિકેટર એક સાથે રમતા દેખાઈ શકે છે. ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક વીડિયો ટ્વીટ કરી આવા પડકારનો સ્વીકાર કરવાની વાત કરી રહી છે. આ વીડિયોમાં વિરાટ કોહલી, મિતાલી રાજ પણ ચેલેન્જ એક્સેપ્ટ કરવાની વાત કરી રહ્યાં છે. 


હરમનપ્રીત કૌરે ટ્વીટ કર્યું, 'હવે સમય આવી ગયો છે કે મહિલાઓની રમત વિશે સ્ટીરિયોટાઇટ વિચાર પૂરો કરવામાં આવે.' આ કારણ છે કે હું @rcgameforlife ની સાથે ભાગીદારી કરી રહી છું અને  #ChallengeAccepted કહી રહી છું. આવો મિક્સ્ડ-જેન્ડર ટી20 મેચ માટે પોતાનું સમર્થન આપો.



આ પ્રમોશનલ વીડિયોમાં વિરાટ કોહલીની સાથે હરમનપ્રીત કૌર, મિતાલી રાજ અને વેદા કૃષ્ણામૂર્તિ દેખાઈ રહી છે. હજુ તે જણાવવામાં આવ્યું નથી કે, આ મેચમાં આઈપીએલમાં સામેલ તમામ ટીમોના ખેલાડીઓ ભાગ લેશે કે માત્ર બેંગલુરૂના ક્રિકેટર ભાગ લેશે. હકીકતમાં આ ચેલેન્જમાં દરેક જગ્યાએ આઈપીએલની ફ્રેન્ચાઇઝી બેંગલુરૂના ક્રિકેટર કે લોગો દેખાઈ રહ્યો છે. તેથી તે પણ લાગી રહ્યું છે કે, આમાં માત્ર બેંગલુરૂના ક્રિકેટરો ભાગ લેશે.