નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી ઘર પર ત્રણ મેચની ટી20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે પસંદગીકારોએ રવિવારે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટન તરીકે ટી20માં વાપસી થઈ તો વિરાટ કોહલીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમાં સાત મોટા નામ ગાયબ જોવા મળ્યા, જેમાંથી બે નામ તો ચોંકાવનારા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમ ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. છેલ્લા કેટલાક દિવસથી ટીમની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી હતી. સૌથી વધુ ચર્ચા રોહિત અને કોહલીને લઈને થઈ હતી. આ બંને પર પસંદગીકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો સંજૂ સેમસનની ટી20માં વાપસી થઈ છે. આ વચ્ચે સાત મોટા નામ ટીમમાં જોવા મળ્યા નહીં, જેમાંથી બે ખેલાડી ઈજાગ્રસ્ત છે, જ્યારે બેને આરામ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ T20 મેચમાં થર્ડ અમ્પાયરથી થઈ મોટી ભૂલ,  NOT OUT હતો બેટર, આપી દીધો આઉટ, જુઓ VIDEO


7 મોટા નામ ટી20 ટીમમાંથી ગાયબ
ટી20 ટીમની જાહેરાત પહેલા સમાચાર આવ્યા કે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ઈજાને કારણે ઉપલબ્ધ નથી. અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આરામ આપવાની પણ જાણકારી સામે આવી છે.


અફઘાનિસ્તાન વિરુદ્ધ ટીમમાં ઈશાન કિશનનું નામ ન હોવું ચોંકાવનારૂ છે. તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. તો કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને બહાર રાખવાનો નિર્ણય પણ લોકોને ચોકાવી રહ્યો છે. 


અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજૂ સેમસન, શિવમ દુબે, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube