નવી દિલ્હીઃ T20 WC 2022: ટી20 વિશ્વકપ 2022માં હવે લીગ રાઉન્ડ સમાપ્ત થવા પર છે. હવે ટીમોનું એલિમિનેશન શરૂ થઈ ગયું છે અને સેમીફાઇનલની રેસ રોમાંચક બની છે. અત્યાર સુધી સુપર-12માંથી માત્ર 2 ટીમો બહાર થઈ છે અને 10 ટીમો વચ્ચે સેમીફાઇનલની રેસ ચાલી રહી છે. ભલે કેટલીક ટીમો સત્તાવાર રીતે બહાર થઈ નથી પરંતુ તેની સેમીફાઇનલમાં જવાની આશા ખુબ ઓછી છે. બહાર થનારી ટીમની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ સત્તાવાર રીતે બહાર થઈ ચુક્યા છે. આવો જાણીએ બાકી ટીમોની શું સ્થિતિ છે. 


ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની સ્થિતિ સૌથી મજબૂત
ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડ પાસે સેમીફાઇનલમાં પહોંચવાની સારી તક છે. આ ગ્રુપમાં હાલ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ત્રણેયની પાસે ચાર-ચાર મેચ રમ્યા બાદ પાંચ-પાંચ પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ જો આયર્લેન્ડ વિરુદ્ધ પોતાની અંતિમ મેચ જીતે તો તે સેમીફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન વિરુદ્ધ છેલ્લી મેચ મોટા અંતરથી જીતવી પડશે કારણ કે ઈંગ્લેન્ડ લીગ સ્ટેજની છેલ્લી મેચ રમશે. જો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને પોતાની અંતિમ મેચ જીતે તો નેટ રનરેટના આધાર પર એક ટીમ આગળ જશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube