નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં મંગળવારે એક મહત્ત્વપૂર્ણ મેચ છે, ગ્રુપ-2ના આ મુકાબલામાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો છે. પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં ભારતને હરાવ્યું હતું, જ્યારે સુપર 12 રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડની પણ આ પહેલી મેચ છે. ખાસ વાત તો એ છે કે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યા પછી બન્ને ટીમોની વચ્ચે આ પહેલો મુકાબલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ પહેલા સોશિયલ મીડિયા પર અનેક મીમ્સનું ઘોડાપુર ઉભરાયું છે અને પાકિસ્તાની પ્રશંસકો ન્યૂઝીલેન્ડના તે પ્રવાસની યાદ અપાવી રહ્યા છે. અમુક સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું છે કે સુરક્ષાના જે મુદ્દા હતા, તે આજે અથવા તો કાલે હલ કરી નાંખવામાં આવશે. એક તસવીરમાં કેન વિલિયમસન અને બાબર આઝમની એક તસવીર લાગેલી છે, જેના પર લખ્યું છે કે જૂની મેચ પુરી કરવા માટે તાત્કાલિક પાકિસ્તાન જાઓ.


પાકિસ્તાની અને ન્યૂઝીલેન્ડની મેચ પર જે મીમ્સ બની રહ્યા છે, તમે પણ જુઓ...









 


અત્રે નોંધનીય છે કે, ટી20 વર્લ્ડકપ અને આઈપીએલ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ ત્યાં પહોંચી પણ ગઈ હતી, પરંતુ છેલ્લા સમયે સુરક્ષાના કારણોસર ન્યૂઝીલેન્ડે પોતાનો પ્રવાસ કેન્સલ કરી નાંખ્યો હતો, અને તાત્કાલિક પાછા સ્વદેશ પરત ફર્યા હતા.


તેના પર પાકિસ્તાનમાં ઘણી બબાલ થઈ હતી, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, PCB ચેરમેન રમીજ રાજાએ પણ ન્યૂઝીલેન્ડના આ નિર્ણયની ઘણી નિંદા કરી હતી. એટલું જ નહીં, પાકિસ્તાનના ઘણા નેતાઓએ તેમાં ભારત અને BCCIનો પણ હાથ બતાવ્યો હતો.