નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ન્યુઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. ભારત હવે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. જો કે, ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચમાં નામીબિયાનો સામનો કરશે, જેના પર જીતથી કોઈ ફાયદો થશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર
ટીમ ઈન્ડિયામાં ઘણા મેચ વિનર ખેલાડી છે પરંતુ ટી20 વર્લ્ડ કપમાં કોઈ સારુ પ્રદર્શન કરી શક્યું નથી. ભારતને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, બીજી મેચમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામે શાનદાર જીત હાંસલ કરી હતી, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં.


અફઘાનિસ્તાન 8 વિકેટે હારી ગયું
અફઘાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાન ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા હતા. જે કિવી ટીમે 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડની આ જીત સાથે જ ભારત સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ભારતની બહાર હોવા અંગે ટ્વિટર પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.