દુબઈ: ટી-20 વર્લ્ડકપની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે ઘડી ખુબ જ નજીક પહોંચી ગઈ છે. 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની ટીમ આમને સામને હશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનને ટી-20 વર્લ્ડકપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતનો ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધનો રેકોર્ડ ખુબ જ શાનદાર છે. ICC દ્વારા ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ને એક જ ગ્રુપમાં રાખવાથી બન્ને દેશોના પ્રશંસકોને એકવાર ફરી રોમાચંક મુકાબલો જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ ખોલ્યું મોટું રહસ્ય
પાકિસ્તાન વિરુદ્ધ મહામુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સોમવારે એક નિવેદન આપીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કોહલીએ સ્પષ્ટતા કરી છે કે કેએલ રાહુલ (KL Rahul) અને રોહિત શર્મા (Rohit Sharma) જ ICC ટી-20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરશે અને પોતે ત્રણ નંબર પર બેટિંગ કરશે. 


વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પુરી થયેલી IPL 2021માં પંજાબ કિંગના કેપ્ટનના શાનદાર ફોર્મ પછી કેએલ રાહુલ (KL Rahul) ને આગળ જોવો મુશ્કેલ છે.


રોહિતની સાથે આ બેટ્સમેન કરશે ઓપનિંગ
વિરાટ કોહલીએ સોમવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચના ટોસ પહેલા જણાવ્યું હતું કે, આઈપીએલ પહેલા પરિસ્થિતિ કંઈક અલગ હતી, હવે ટોપ ઓર્ડરમાં કેએલ રાહુલને આગળ જોવો ખુબ જ મુશ્કેલ છે. રોહિત શર્મા વિસ્ફોટક બેટ્સમેન છે. હું ત્રણ નંબર પર બેટિંગ કરીશ. હું ટીમને સારી શરૂઆત અપાવવા માટે પરમિશન આપી શકું છું. 


વિરાટ કોહલીએ આઈપીએલ 2021ના પહેલા ચરણમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લોર માટે ઓપનિંગ કરી અને યૂએઈમાં પણ આરસીબીએ ટૉચનું સ્થાન જાળવી રાખ્યું હતું. બીજી બાજુ રાહુલ માટે આઈપીએલ 2021માં બેટથી શાનદાર પ્રદર્શન રહ્યું છે, જેમાં ઓરેન્જ કેપ વિજેતા ઋતુરાજ ગાયકવાડથી નવ રન ઓછા, માત્ર 13 મેચોમાં 626 રન બનાવ્યા છે.


ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ટી-20 વર્લ્ડ કપ 2021માં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનને ટી-20 વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતનો ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ જીતનો રેકોર્ડ 5-0નો છે. ત્યારે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવાથી એકવાર ફરી રોમાંચક મુકાબલો જોવા મળશે. છેલ્લે 2016 વર્લ્ડ કપના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે હાર આપી હતી. પાકિસ્તાને આ મેચમાં પહેલા બેટિંગ કરતાં 5 વિકેટ પર 118 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.


2019 વર્લ્ડ કપ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
ભારત અને પાકિસ્તાનની ટીમ 2 વર્ષ પછી એક-બીજા સામે મહામુકાબલો યોજાનાર છે. છેલ્લે બન્ને ટીમો 2019 વર્લ્ડ કપ દરમિયાન સામસામે ટકરાઈ હતી. તે મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 89 રનોથી હાર આપી હતી. રોહિત શર્માએ પાકિસ્તાન ટીમ વરસીને 140 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 5 વિકેટગુમાવીને 336 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 6 વિકેટ ગુમાવીને 212 રન જ બનાવી શકી હતી.


9 વર્ષથી ટી-20માં ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીતી શક્યું નથી
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી-20માં અત્યાર સુધી 8 મુકાબલા રમાયા છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7માં જીત હાંસલ કરી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર એક જ મુકાબલામાં જીત હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ જીતનો સ્વાદ 2012માં ચાખવા મળ્યો હતો, ત્યારપછી પાકિસ્તાનની ટીમ 9 વર્ષથી ભારતને હરાવવાની કોશિશ કરી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube