નવી દિલ્હીઃ વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટી20 વિશ્વકપ 2021 ( ICC Men's T20 World Cup 2021) માં પોતાના અભિયાનની શરૂઆત રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન (IND vs PAK T20 World Cup Match) વિરુદ્ધ કરશે. બંને ટીમો ટી20 વિશ્વકપમાં છઠ્ઠીવાર ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પોતાની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ અભ્યાસ મુકાબલામાં ઈંગ્લેન્ડ જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને પ્રથમ પ્રેક્ટિસ મેચમાં જીત મળી તો બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપમાં ક્યારેય હારી નથી. કોહલી એન્ડ કંપની પણ વિપક્ષી ટીમ પર પોતાના અજેય અભિયાનને જાળવી રાખવાના ઇરાદાથી ઉતરશે. પરંતુ પાકના કેપ્ટન બાબર આઝમનું કહેવુ છે કે તેની ટીમ આ વખતે ભારતને હરાવશે. 


ભારત અને પાકિસ્તાનની ટીમો ટી20 વિશ્વકપમાં ક્યારે આમને-સામને હશે?
ભારત અને પાકિસ્તાનની ટીમ 24 ઓક્ટોબરે (રવિવાર) આમને-સામને હશે. 


આ પણ વાંચોઃ ઇમરાન ખાને શું સમજાવીને T20 વિશ્વકપમાં મોકલ્યા છે, ભારત સામે મેચ પહેલા બાબરે કર્યો ખુલાસો


ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપની મેચ ક્યાં રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો દુબઈના દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. 


ક્યારે શરૂ થશે મેચ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો સાંજે 7.30 કલાકે રમાશે. 


ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે મેચમાં ટોસ ક્યારે થશે?
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં ટોસ ભારતીય સમયાનુસાર સાંજે 7 કલાકે થશે. 


આ પણ વાંચોઃ ભારત સામેના મુકાબલા માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીની વાપસી


ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે મેચનું લાઇવ પ્રસારણ ક્યાં જોઈ શકો છો?
ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે મેચનું લાઇવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે. 


ભારત-પાક મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને પાકિસ્તાન (India vs Pakistan Live Streaming) મેચની ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ તમે Disney+Hotstar પર જોઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube