T20 World Cup 2021: પાકિસ્તાનના નાકમાં દમ કરવા માટે આ સ્ટેન્ડબાય પ્લેયરની ટીમમાં થશે એન્ટ્રી!
આઈપીએલ 2021(IPL 2021) ની 51મી મેચમાં ભલે ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સે બાજી મારી લીધી. પરંતુ યલ્લો આર્મી (Yellow Army) તરફથી એક એવા ખેલાડીએ પોતાનો દમ દેખાડ્યો કે જેનું સિલેક્શન આઈસીસી ટી20 વર્લ્ડ કપ(ICC T20 World Cup 2021) માટે 15 સભ્યોની સ્ક્વોડમાં થયું નથી.
નવી દિલ્હી: આઈપીએલ 2021(IPL 2021) ની 51મી મેચમાં ભલે ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સે બાજી મારી લીધી. પરંતુ યલ્લો આર્મી (Yellow Army) તરફથી એક એવા ખેલાડીએ પોતાનો દમ દેખાડ્યો કે જેનું સિલેક્શન આઈસીસી ટી20 વર્લ્ડ કપ(ICC T20 World Cup 2021) માટે 15 સભ્યોની સ્ક્વોડમાં થયું નથી.
દિલ્હીની ટીમનો શ્વાસ થયો હતો અદ્ધર
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 4 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે પોતાની બોલિંગના દમ પર દિલ્હી કેપિટલ્સના શ્વાસ અદ્ધર કરી દીધા હતા.
બોલિંગથી જમાવી ધાક
શાર્દુલ ઠાકુરે પોતાની 4 ઓવરના સ્પેલમાં 3.25ની જબરદસ્ત ઈકોનોમી રેટથી 13 રન આપ્યા અને 2 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા. શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિનની તેણે વિકેટ લીધી હતી.
આઈપીએલ 2021માં શાનદાર પ્રદર્શન
શાર્દુલ ઠાકુર આ સીઝનમાં અત્યાર સુધીમાં બધી 13 મેચ રમ્યો છે અને તેણે 28.33ની સરેરાશ અને 8.52ના ઈકોનોમી રેટથી 15 વિકેટ લીધી. ઠાકુરે ગત વર્ષે ચેન્નાઈ સુપરકિંગ્સે 2.6 કરોડમાં ખરીદ્યો હતો અને હવે તે આ ટીમનો એક વેલ્યુએબલ પ્લેયર બની ચૂક્યો છે.
ટી-20 વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય પ્લેયર
શાર્દુલનું દુર્ભાગ્ય એ છે કે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021 માટે તેની સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદગી થઈ છે. પરંતુ હાલ જે ફોર્મ જોવા મળી રહ્યું છે તે જોતા તેની ભારતીય ટીમમાં એન્ટ્રી નકારી શકાય નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube