T 20 World Cup: ટીમ ઇન્ડીયાનું ટી20 વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી શકે છે આ 3 ટીમો
ટી20 વર્લ્ડકપ 2021 (T 20 World Cup 2021) ની શરૂઆત 17 ઓક્ટોબરથી UAE માં યોજાવવાની છે. આ ટૂર્નામેંટ આ વર્ષે ભારતમાં યોજાવવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે તેને UAE માં શિફ્ટ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હી: ટી20 વર્લ્ડકપ 2021 (T 20 World Cup 2021) ની શરૂઆત 17 ઓક્ટોબરથી UAE માં યોજાવવાની છે. આ ટૂર્નામેંટ આ વર્ષે ભારતમાં યોજાવવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે તેને UAE માં શિફ્ટ કરી દેવામાં આવી છે. ભારતને આ વર્ષે ટી-20- વર્લ્ડકપ (T 20 World Cup 2021) જીતવાની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે, પરંતુ 3 ટીમો એવી છે, જે ટીમ ઇન્ડીયાનું ટ્રોફી જીતવાનું સપનું તોડી શકે છે.
આ 3 ટીમો બની શકે છે ભારતના માર્ગમાં મુશ્કેલી
ટીમ ઇન્ડીયા (Team India) નું ટી20 વર્લ્ડકપ (T 20 World Cup 2021) જીતવાનું સપનું જે 3 ટીમો તોડી શકે છે, તે ટી-2-ફોર્મેટની સૌથી ખતરનાક ટીમો વેસ્ટઇંડીઝ, ઇંગ્લેંડ અને બાંગ્લાદેશ છે. વેસ્ટઇંડીઝે (West Indies) વર્ષ 2016માં રમાયેલી ગત ગત ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ભારતને સેમીફાઇનલમાં હરાવીને બહાર કરી દીધી હતી. 2016ની ટી 20 વર્લ્ડકપ (T 20 World Cup 2021) નો ખિતાબ પણ વેસ્ટઇંડીઝે જીત્યો હતો, જે આ વખતે ડિફેંડિંગ ચેમ્પિયન પણ છે.
Reliance Jio નું નેટવર્ક થયું ડાઉન, ટ્વિટર પર જોવા મળ્યો યૂઝર્સનો ગુસ્સો
1. ઇગ્લેંડ
હાલની વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેંડ (England) ની ટીમ આ વર્ષે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડીયા માટે સૌથી મોટો ખતરો બનશે. ઇંગ્લિશ ટીમ ટોપ ઓર્ડરથી માંડીને નીચલા ક્રમ સુધી ખતરનાક ખેલાડીઓથી ભરેલી છે. જેસન રોય, જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન અને જોસ બટલર મજબૂત બેટ્સમેન છે. તો બીજી તરફ બોલરોમાં પણ તેમની પાસે ચેમ્પિયન ખેલાડી છે. ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને ઇંગ્લેંડથી સાવધાન રહેવું પડશે.
2. વેસ્ટઇંડીઝ
ટી20 ક્રિકેટમાં જો કોઇ ટીમ હાલના સમયમાં સૌથી સારી છે તો તે વેસ્ટઇંડીઝની ટીમ છે. આ ટીમના બેટ્સમેન અને બોલર તમામ લાંબા શોટ્સ લગાવવામાં સમક્ષ છે. વેસ્ટઇંડીઝની ટીમ દુનિયાની એવી એકમાત્ર ટીમ છે જે કોઇપણ મેચને પલટી શકે છે. વેસ્ટઇંડીઝની ટીમ ગત વખતની ટી20 વર્લ્ડકપ વિજેતા પણ છે અને એટલું જ નહી આ ટ્રોફીને બે વાર જીતનાર વેસ્ટઇંડીઝ દુનિયાની એકમાત્ર ટીમ છે.
LPG Price Hike: ફેસ્ટિવલ સીઝન પહેલાં મોંઘવારીનો માર! LPG સિલિન્ડરના ભાવ વધ્યા
3. બાંગ્લાદેશ
તાજેતરમાં બાંગ્લાદેશ (Bangladesh) ક્રિકેટ ટીમે પોતાના પ્રદર્શનથી બધાને આશ્વર્યમાં મુકી દીધા છે. બાંગ્લાદેશએ ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી 5 ટી 20 મેચોની સીરીઝને 4-1 થી પોતાના નામે કરી દીધી છે. બાંગ્લાદેશની જીત ઐતિહાસિક છે કારણ કે ઓસ્ટ્રેલિયાને દુનિયાની મજબૂત ટીમોમાંથી એક ગણવામાં આવે છે. એટલું જ નહી બાંગ્લાદેશે ન્યૂઝિલેંડ જેવી ટીમને ઘૂંટણીયે ટેકવા મજબૂર કરી દીધી. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ 3 મેચોની ટી 20 સીરીઝ રમી રહેલી બાંગ્લાદેશએ 2-0 થી બઢત પ્રાપ્ત કરી છે.
17 ઓક્ટોબરથી શરૂ થશે ટી20 વર્લ્ડકપ
ICC T20 World Cup નું આયોજન 17 ઓક્ટોબરથી યૂએઇમાં થશે. આ ટૂર્નામેંટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટૂર્નામેંટની ફાઇનલનો મુકાબલો 14 નવેમ્બરના રોજ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube