એડિલેડઃ T20 વર્લ્ડ કપમાં આજે મહામુકાબલો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાશે સેમિફાઈનલ. એડિલેડના ઓવલના રસ્તાથી ભારતને ફાઈનલ સુધી લઈ જશે આજની રમત. જાણો આંકડાઓ શું કહી રહ્યાં છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આજે વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ નક્કી કરશે કે ફાઈનલમાં પાકિસ્તાન સામે કોની ટક્કર થશે. એક તરફ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની શરૂઆતથી જ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહીને સેમિફાઈનલમાં પહોંચી છે. બીજી તરફ સાવ લથડતા લથડતા નસીબના સહારે પાકિસ્તાનની ટીમ નસીબના જોરે ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આજની સેમિફાઈનલ પર સૌ કોઈની નજર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, આ વખતના ટી20 વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધીમાં પાકિસ્તાન, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને હરાવીને સેમિફાઈનલમાં પહોંત્યું છે. જ્યારે બીજી બાજુ ઈંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચી છે. જ્યારે તેને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ તેને આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની મેચ પણ ધોવાઈ ગઈ હતી.


એડિલેડમાં કોહલીનો રેકોર્ડ-
એડિલેડ ઓવલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. કોહલીએ અહીં તમામ ફોર્મેટમાં કુલ 5 સદી ફટકારી છે. કોહલી દ્વારા કોઈપણ મેદાન પર આ સૌથી વધુ સદી છે. ભારતીય ટીમ આ મેદાન પર બે T20 મેચ રમી છે જેમાં તેણે જીત મેળવી છે. વર્ષ 2016માં ભારતે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તેણે 37 રનથી જીત મેળવી હતી. ત્યાર બાદ વર્તમાન T20 વર્લ્ડ કપમાં પણ ભારતે આ મેદાન પર બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું.


ખેલાડીઓનું ફોર્મ ચિંતાનો વિષયઃ
સેમીફાઇનલ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ સારુ પ્રદર્શન કરવું પડશે. રોહિત શર્માએ પોતે પણ સારી રમત બતાવવી પડશે. રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે પાંચ મેચમાં 17.80ની એવરેજથી માત્ર 89 રન જ બનાવી શક્યો છે. હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓના ફોર્મમાં પણ સાતત્યનો અભાવ છે. ભારત માટે સારી બાબત એ છે કે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ફોર્મમાં છે અને તે સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે. ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ લયમાં પાછો ફર્યો છે. સેમીફાઈનલમાં ભારતને ફરી એકવાર પોતાના બોલરો પાસેથી સારી રમતની આશા છે.


પીચ રીપોર્ટઃ
એડિલેડ ઓવલની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. અહીં રમાયેલી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 175થી વધુ રહ્યો છે. સ્પિનરોને પણ અહીં મદદ મળે છે અને તેઓએ તમામ T20માં ત્રણસોથી વધુ વિકેટ લીધી છે, જે ઓસ્ટ્રેલિયાના કોઈપણ મેદાન પર સૌથી વધુ છે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube