નવી દિલ્લી: વર્લ્ડ કપ હોય કે પછી વન-ડે, તે એક મહાકુંભ જ હોય છે. એક એવો મહાકુંભ જેમાં અનેક જૂના રેકોર્ડ ધ્વસ્ત થાય છે અને અનેક નવા રેકોર્ડ બને છે. આ વખતે પણ આવું જ કંઈક જોવા મળશે. પરંતુ એમ કહીએ તો આ વખતે સૌથી ખાસ બનવાનું છે. કેમ કે આ વખતે સૌથી મોટો રેકોર્ડ તૂટવાનો છે. એટલે કે તે તૂટીને નવો બની શકે છે. આ એટલા માટે શક્ય લાગી રહ્યું છે. કેમ કે આ વખતે 2 દેશના 3 ખેલાડી આ મોટા રેકોર્ડને તોડવાની દિશામાં આગળ વધી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારેકોર્ડ તોડવાની રેસમાં ભારત-ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન:
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતના બે અને ઓસ્ટ્રેલિયાનો એક બેટ્સમેન એવો છે જે આ કામને અંજામ આપી શકે છે. આ ત્રણમાં તે મહારેકોર્ડને લઈને જબરદસ્ત ફાઈટ છે, હવે તમને જણાવીશું કે તે પહેલાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનમાં કોનો સમાવેશ થાય છે. ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધારે રનનો રેકોર્ડ શ્રીલંકાના માહેલા જયવર્ધનેના નામે છે. તેણે ટી-20 વર્લ્ડ કપમાં રમાયેલી 31 મેચમાં 31 ઈનિંગ્સમાં 1016 રન બનાવ્યા. અને અહીંયા સુધી પહોંચવા માટે તેણે 1 સદી અને 6 અર્ધસદી ફટકારી. જયવર્ધનેએ છેલ્લે 2014માં ટી-20 વર્લ્ડ કપ રમ્યો હતો. એટલે છેલ્લાં 8 વર્ષમાં 2 વખત ટી-20 વર્લ્ડ કપ રમાયો. તે દરમિયાન ક્રિસ ગેલ અને તિલકરત્ને દિલશાન નજીક તો પહોંચ્યા પરંતુ જયવર્ધનેના રેકોર્ડને તોડી શક્યા નહીં. ગેલે ટી-20 વર્લ્ડ કપમાં 33 મેચમાં 965 રન બનાવ્યા. દિલશાન 35 મેચમાં 897 રન પર અટકી ગયો.


રોહિત 169 રન તો વિરાટ 171 રન દૂર:
આ વખતે ભારતનો રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની પાસે જયવર્ધનેનો રેકોર્ડ તોડવાની તક છે. બની શકે કે ત્રણેય ખેલાડીઓ આ રેકોર્ડ તોડવામાં સફળ થાય. રોહિત અને વિરાટની વચ્ચે રનનું અંતર માત્ર 2નું જ રહ્યું છે. રોહિતે અત્યાર સુધી રમાયેલી 33 ટી-20 વર્લ્ડ કપની મેચમાં 847 રન બનાવ્યા. તો વિરાટ કોહલીએ માત્ર 21 મેચમાં રમીને 845 રન બનાવ્યા છે. એટલે રોહિત 169 રન છે, તો વિરાટ કોહલી 171 રન દૂર છે. જો વિરાટ જયવર્ધનેનો રેકોર્ડ તોડે છે તો ટી-20 વર્લ્ડ કપમાં સૌથી ઓછી મેચમાં 1000 રન સુધી પહોંચનારો ખેલાડી બની જશે.


ડેવિડ વોર્નરે બનાવવા પડશે 254 રન:
રોહિત-વિરાટની જેમ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર પર પણ નજર રહેશે. જે ટી-20 વર્લ્ડ કપની 30 મેચમાં 762 રન બનાવી ચૂક્યો છે. એટલે વોર્નરે જયવર્ધનેનો રેકોર્ડ તોડવા માટે ટી-20 વર્લ્ડ કપની મેચમાં 254 રન બનાવવા પડશે. એટલે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ડેવિડ વોર્નર વચ્ચે માહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડવાની ગોલ્ડન તક રહેલી છે.