મેલબોર્નઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2022 (ICC 20 World Cup 2022) માં વરસાદ ફરી વિલન બન્યો છે. જે મેચ માટે ફેન્સ રાહ જોઈ રહ્યાં હતા તે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે સતત બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચ રદ્દ થતાં બંને ટીમ માટે નિરાશાજનક સમાચાર છે. આ મેચ રદ્દ થવાને કારણે યજમાન ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત વરસાદે મેચની મજા બગાડી
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે સવારે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચ પણ રદ્દ કરવામાં આવી છે. આ બંને મેચમાં ટોપ પણ થયો નહીં. વરસાદને કારણે ખરાબ આઉટફિલ્ડ અને ફરી વરસાદ શરૂ થતાં અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ રદ્દ થવાને કારણે ગ્રુપ-1ના સમીકરણો રસપ્રદ બની ગયા છે. 


ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચમાં 89 રનથી હારનો સામનો કરી પોતાના અભિયાનની શરૂઆત કરનારી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ બીજી મેચમાં શ્રીલંકાને હરાવી શાનદાર વાપસી કરી હતી. તો અફઘાનિસ્તાન પર જીતની સાથે શરૂઆત કરનાર ઈંગ્લેન્ડે બીજી મેચમાં વરસાદને કારણે ડકવર્થ લુઇસ નિયમના આધારે આયર્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 


આ પણ વાંચોઃ PAK vs ZIM: ઝિમ્બાબ્વે સામે હાર બાદ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા શાદાબ ખાન, જુઓ VIDEO


શું છે ગ્રુપ-1માં પોઈન્ટ ટેબલની સ્થિતિ
ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ બે મેચમાં એક જીત સાથે કુલ ત્રણ પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ત્રણ મેચમાં 3 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આયર્લેન્ડની ટીમ ત્રણ મેચમાં એક જીત, એક હાર અને એક મેચ રદ્દ એટલે કે કુલ ત્રણ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચમાં ત્રણ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા માટે ખરાબ વાત છે કે તેની નેટ રનરેટ માઇનસમાં છે. જ્યારે શ્રીલંકા અને અફઘાનિસ્તાનના ખાતામાં બે-બે પોઈન્ટ છે. 


[[{"fid":"408262","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube