નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ 2022નો આજથી પ્રારંભ થઈ ગયો છે. ટૂર્નામેન્ટના મુખ્ય સુપર-12 રાઉન્ડની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમની પાસે ઘણા મોટા ખેલાડી છે અને ટીમ ટ્રોફી જીતવાની ફેવરિટ છે. જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમ પણ ચેમ્પિયન બનવાની રેસમાં સામેલ છે. આવો જાણીએ ટૂર્નામેન્ટ વિશે તમામ માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમો- 16
મેચઃ 45 મેચ (ફાઇનલ સહિત)


પ્રથમ રાઉન્ડ
ગ્રેપ-એ, નામીબિયા, નેધરલેન્ડ, શ્રીલંકા, સંયુક્ત અરબ અમીરાત.


ગ્રુપ-બી, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે.


સુપર-12
ગ્રુપ-1: અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ગ્રુપ એ વિજેતા, ગ્રુપ બી રનર્સઅપ.


ગ્રુપ-2: બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ગ્રુપ બી વિજેતા, ગ્રુપ એ રનર્સઅપ.


આ પણ વાંચોઃ T20 World Cup માં કયા બોલરે મચાવ્યો છે કહેર? ક્યાં છે ભારતના ધુરંધર બોલરો


ક્યાં-ક્યાં રમાશે મેચ (સ્થળ)
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG), સિડની
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG), મેલબોર્ન
પર્થ સ્ટેડિયમ, પર્થ
બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન
એડિલેડ ઓવલ, એડિલેડ
જીલોંગ ક્રિકેટ ગ્રાઉન્ડ, વિક્ટોરિયા
બેલેરીવ ઓવલ, હોબાર્ટ


પોઈન્ટ સિસ્ટમ
જીતઃ બે પોઈન્ટ
ટાઈ, નો રિઝલ્ટ કે મેચ ન રમાય તોઃ 1 પોઈન્ટ
હારઃ કોઈ પોઈન્ટ નહીં.


આ પણ વાંચોઃ T20 World Cup 2022: 109 ખેલાડીઓએ મળીને જ્યારે બનાવી દીધો એક ઐતિહાસિક રેકોર્ડ


નોકઆઉટમાં વરસાદ થયો તો શું થશે?
સેમીફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. અન્ય કોઈ મેચમાં રિઝર્વ ડે હશે નહીં. સેમીફાઇનલ અને ફાઇનલ બંને માટે ઓવરોમાં કોઈપણ જરૂરી કમીની સાથે નિર્ધારિત દિવસ પર મેચને પૂરી કરાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે. એક લાઇનમાં સમજો તો જો મેચમાં ઓછામાં ઓછી 5-5 ઓવર ન ફેંકી શકાય તો તે મેચ રિઝર્વ ડેમાં પૂરી કરવામાં આવશે. જો વરસાદ કે કોઈ અન્ય કારણને લીધે મેચ રોકવામાં આવી તો તે રિઝર્વ ડેમાં પૂરી થશે. 


ચેમ્પિયન પર થશે રૂપિયાનો વરસાદ
ટી20 વિશ્વકપ જીતનારી ટીમને પ્રાઇઝ મનીના રૂપમાં 1.6 મિલિયન ડોલર એટલે કે આશરે 13 કરોડ રૂપિયા મળશે. ફાઇનલ મુકાબલામાં હારનારી ટીમને 8 લાખ ડોલર મળશે. તેની રૂપિયામાં વેલ્યૂ 6.52 કરોડ થશે. સેમીફાઇનલમાં હારનારી બંને ટીમોને 3.26-3.26 કરોડ મળશે. આ સિવાય સુપર-12માં જીત પર 32 લાખ અને પ્રથમ રાઉન્ડમાં જીત પર 32 લાખ રૂપિયા મળશે. 


આ પણ વાંચોઃ T20 Worldcup માં તૂટી શકે છે સૌથી મોટો રેકોર્ડ, રેસમાં સૌથી આગળ 2 દેશના 3 ખેલાડીઓ


2007 થી 2022 સુધી T20 વિશ્વકપ વિજેતાઓનું લિસ્ટ
2007: ભારત
2009: પાકિસ્તાન
2010: ઈંગ્લેન્ડ
2012: વેસ્ટ ઈન્ડિઝ
2014: શ્રીલંકા
2016: વેસ્ટ ઈન્ડિઝ
2021: ઓસ્ટ્રેલિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube