મેલબોર્નઃ ક્રિકેટની રમતની વાત આવે ત્યારે આ ખેલની શરૂઆત ભલે અંગ્રેજોએ કરી હોય પણ ભારતમાં ક્રિકેટ એક ધર્મ બની ગયો છે. ક્રિકેટની વાત આવે ત્યારે લોકો બધુ ભુલીને એક થઈ જાય છે. એમાંય વાત જ્યારે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચની હોય ત્યારે રમતનો રોમાંચ બમણો થઈ જાય છે. આજે ઓસ્ટ્રલિયાની ધરતી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2022 નો પહેલો મુકાબલો રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. આ મેચને પગલે હાલ મેલમોર્નમાં પણ ભારતીય દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહામુકાબલાના કારણે મેલબોર્નમાં મુંબઈ જેવો માહોલ:
મેલબોર્નના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેલબોર્નની સડકો પર ભારતીય ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મુખ્ય છે. ટીમ ઈન્ડિયાના ફેંસે કહ્યું, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અહીંનું વાતાવરણ કોઈ ભારતીય શહેરમાં હોવાનો અહેસાસ કરાવે છે. અમે 3 દિવસ પહેલા અહીં આવ્યા છીએ. અમે ભારતીય ટીમની જર્સી પહેરીને ફરતા હોઈએ છીએ. દુનિયાભરમાંથી ચાહકો આવ્યા છે. આ મુકાબલો તમામ મુકાબલાઓ પર ભારે છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube