મેલબોર્નઃ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ T20 વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. શરૂઆતમાં પાકિસ્તાનની ટીમ તૂ ચલ મેં આયા...ની જેમ એક બાદ એક વિકેટો પડવા લાગી. તે સમયે લાગતુ હતું કે પાકિસ્તાનની ટીમ સાવ ઓછા ટાર્ગેટમાં સમેટાઈ જશે. પણ દાવ પુરો થતાં પહેલાં પાકિસ્તાનની ટીમે કવરઅપ કરીને સારો સ્કોર બોર્ડ પર મુક્યો. પહેલાં દાવના અંતે પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યાં. આ સાથે ભારતને આ હાઈવોલ્ટેજ મેચ જીતવા માટે મળ્યો 160 રનનો લક્ષ્યાંક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં દાવની શરૂઆતથી જ ભારતી બોલરો પાકિસ્તાની બેટર્સ પર હાવી જણાઈ રહ્યાં હતાં. અર્શદીપે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પહેલી જ બોલમાં ઝીરોમાં આઉટ કરી દીધો છે. અર્શદીપે બીજી મોટી વિકેટ લેતા મોહમ્મદ રિઝવાનને 4 રને આઉટ કર્યો હતો. તો મોહમ્મદ શમીએ સેટ બેટર ઇફ્તિખારને 51 રને પવેલિયન ભેગો કર્યો. હાર્દિકે શાદાબ ખાનને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી હતી. શાદાબ 6 બોલમાં 5 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. પાકિસ્તાનની ઇનિંગની શાન મસૂદને બે વખત જીવતદાન મળ્યું છે. પહેલા 6.3 ઓવરે હાર્દિકે રનઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મસૂદ બચી ગયો હતો. તે સાવ થોડાક માટે રહી ગયો હતો. તો આના પછીની ઓવરમાં થર્ડમેન ઉપર અશ્વિને તેનો કેચ છોડીને તેને બીજું જીવતદાન આપ્યું હતું. 


મેલબોર્નમાં મહામુકાબલા પહેલાં મક્કમ થયું ભારતનું મનોબળ. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારત આજે પોતાનો પહેલો મુકાબલો પાકિસ્તાન સામે રમશે. પાકિસ્તાન સામેના મહામુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સામેને કોઈપણ મેચ હંમેશા અન્ય મેચ કરતા વધારે અગત્યની બની જાય છે. ત્યારે આ મેચમાં અશ્વિન અને શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હર્ષલ પટેલ અને ચહલને બહાર બેસવાનો વારો આવ્યો છે.


ઉલ્લેખનીય છેકે, પાકિસ્તાન ઓસ્ટ્રલિયામાં અત્યાર સુધી એક પણ ટી-20 મેચ જીતી શક્યું નથી. એ જોતા આ મેચમાં ભારતનું પલળું ભારે લાગી રહ્યું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. એની પાછળ પણ ખાસ કારણ છે. ભારત ડેથ ઓવરમાં વધારે રન આપતું હોવાથી રોહિત શર્માએ પહેલાં જ પોતાના બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એથી સ્પષ્ટ મેસેજ છેકે, ગમે તેટલો સ્કોર થાય આ મેચ જીતાડવાની મોટાભાગની જવાબદારી બેટિંગ યુનિટની રહેશે. આ સાથે જ ફિલ્ડિંગમાં પણ ટીમે ખુબ કામ કર્યું છે. ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ભારતીય ટીમને વર્લ્ડ કપના પ્રારંભમાં શુભેચ્છાઓ પાઠવી છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube