નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો પડ્યો છે. કારણકે, વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક અને સૌથી સફળ ગણાતો બોલર હવે સ્કોડમાંથી બહાર થઈ ગયો છે. અમે વાત કરી રહ્યાં છીએ જસપ્રીત બુમરાહની. બુમરાહ વર્લ્ડ કપની ટીમમાંથી અચાનક બહાર થઈ જતાં ટીમ ઈન્ડિયાની સાથો-સાથ ક્રિકેટ પ્રેમીઓને પણ મોટો ઝટકો લાગશે. બીસીસીઆઈ સત્તાવાર રીતે કરશે જાહેરાત. બેક સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હોવાનું પીટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


T20 વર્લ્ડ કપને 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ બેક સ્ટ્રેસ ફ્રેક્ચરને લીધે વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. તેને આ ઇજામાંથી સ્વસ્થ થવા સર્જરીની જરૂર નથી પરંતુ 4થી 6 મહિના માટે ક્રિકેટ ફિલ્ડથી દૂર રહેશે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ ઇજાને લીધે એશિયા કપમાં પણ ભાગ નહોતો લઈ શક્યો. તેની ગેરહાજરીમાં ભારત માટે વર્લ્ડ કપમાં ડેથ બોલિંગ સૌથી મોટો ચિંતાનો વિષય બની રહેશે.


IPLની ગઈ સીઝનમાં કેવું રહ્યું પ્રદર્શન?
ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)ની ગઈ સીઝનમાં બુમરાહનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું હતું. 14 મેચમાં તેણે માત્ર 15 વિકેટ જ ઝડપી હતી. આ સીઝનમાં તેણે 53.2 ઓવર ફેંકી હતી, જેમાં 383 રન આપ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો તે સ્ટાર બોલર ગણાતો હતો. પરંતુ જોઈએ તેવું ખાસ પ્રદર્શન આ સીઝનમાં કરી શક્યો ન હતો અને મુંબઈની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં બોટમમાં રહી હતી.