નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. 16 ઓગસ્ટથી આ મેગા ઈવેન્ટનો પ્રારંભ ઓસ્ટ્રેલિયામાં થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત ગ્રુપ સ્ટેજથી થશે જેમાં 8 ટીમ ટકરાશે. તેમાં ટોપ 4 ટીમો સુપર 12 માટે ક્વોલીફાઈ કરશે અને પછી અસલી વર્લ્ડ કપનો જંગ શરૂ થશે. સુપર 12નો પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ટી20 વિશ્વકપ શરૂ થતા પહેલા આઈસીસીએ ટૂર્નામેન્ટની પ્રાઇઝ મનીની જાહેરાત કરી દીધી છે. તેમાં વિજેતા ટીમને સૌથી વધુ 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 13 કરોડ રૂપિયા મળશે, તો ફાઇનલમાં હારનારી ટીમોને લગભગ 6.5 કરોડ રૂપિયા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ફુટબોલ વર્લ્ડ કપ સામે ટી20 વિશ્વકપની આ પ્રાઇઝ મની મામૂલી છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હા આ વર્ષે ટી20 વિશ્વકપ 2022 બાદ ફીફા વર્લ્ડ કપનું પણ આયોજ થશે. 13 નવેમ્બરે મેલબોર્નમાં ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ રમાશે, ત્યારબાદ 20 નવેમ્બરથી કતરમાં ફુટબોલનો મહાકુંભ શરૂ થશે. 20 નવેમ્બરથી શરૂ થનાર આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે. ક્રિકેટ વિશ્વકપ માટે જ્યાં કુલ પ્રાઇઝ મની 5.6 મિલિયન ડોલર રાખવામાં આવી છે, તો ફુટબોલની પ્રાઇઝ મની 440 મિલિયન ડોલર છે. 


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, બુમરાહની વર્લ્ડકપમાં રમવાની આશા અકબંધ!


ટી20 વિશ્વકપ વિજેતા ટીમને જ્યાં ભારતીય કરન્સી પ્રમાણે લગભગ 13 કરોડ રૂપિયા મળશે, તો ફીફા વર્લ્ડ કપ વિજેતા ટીમના ખાતામાં 367 કરોડથી વધુ રૂપિયા આવશે. ક્રિકેટમાં ફાઇનલ હારનારી ટીમે જ્યાં 6.5 કરોડ રૂપિયાથી સંતોષ કરવો પડશે તો ફુટબબોલ ફાઇનર હારનારી ટીમને લગભગ 261 કરોડ રૂપિયાની રકમ મળશે. તો વાત આઈપીએલની કરીએ તો ટાઇટલ જીતનારી ગુજરાત ટાઈટન્સને 20 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળી હતી. 


ટી20 વિશ્વકપ 2022ની કુલ પ્રાઇઝ મની- લગભગ 45.71 કરોડ
ફુટબોલ વર્લ્ડ કપ 2022ની કુલ પ્રાઇઝ મની- લગભગ 3592 કરોડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube