T20 World Cup: પંત કે કાર્તિક, કાલે બાંગ્લાદેશ વિરુદ્ધ કોણ મેદાનમાં ઉતરશે? દ્રવિડે આપ્યો ચોંકાવનારો જવાબ
Rahul Dravid Big Statement: પત્રકાર પરિષદમાં કોચ રાહુલ દ્રવિડેને પૂછવામાં આવ્યું કે કાલે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક રમશે કે રિષભ પંત, તો તેના પર કોચે ચોંકાવનારો જવાબ આપ્યો છે.
એડિલેડઃ T20 world cup 2022: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 વિશ્વકપ 2022નો મુકાબલો કાલે બપોરે 1.30 કલાકે એડિલેડ ઓવલના મેદાન પર રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો તેની સેમીફાઇનલની જગ્યા લગભગ પાક્કી થઈ જશે. ભારત આ સમયે ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં 3 મેચમાં બે જીત અને એક હાર સાથે 4 પોઈન્ટ લઈને બીજા સ્થાને છે. બાંગ્લાદેશ વિરુદ્ધ જીતથી ભારતના 6 પોઈન્ટ થઈ જશે અને તે સેમીફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે.
પંત કે કાર્તિક? કોણ ઉતરશે મેદાનમાં
બાંગ્લાદેશ વિરુદ્ધ કાલે રમાનાર ટી20 વિશ્વકપ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે આજે પત્રકાર પરિષદ યોજી હજીત પત્રકાર પરિષદમાં કોચ રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં વિકેટકીપર તરીકે કાર્તિક રમશે કે રિષભ પંત, તો તેણે પોતાના જવાબથી બધાને ચોંકાવી દીધા છે.
કોચ રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે અનુભવી વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકની ફિટનેસ જોયા બાદ કાલે અંતિમ નિર્ણય લેવામાં આવશે કે તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમવાની છે કે નહીં. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રવિવારે મેચમાં ભારતના પાંચ વિકેટથી થયેલા પરાજય દરમિયાન દિનેશ કાર્તિકને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે મેદાન છોડી બહાર જતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ ખતમ થઇ રહી આ ખેલાડીની કારર્કિદી, હવે ભારતની ટેસ્ટ-વનડે અને ટી20 માં મળ્યું સ્થાન
દક્ષિણ આફ્રિકા સામે કાર્તિક બહાર ગયા બાદ પંતે કીપિંગની જવાબદારી સંભાળી હતી. તેનાથી કાર્તિક બુધવારે બાંગ્લાદેશ સામે મેચ રમવા ઉતરશે કે નહીં, તે મોટો સવાલ છે. દ્રવિડે કહ્યુ- દુર્ભાગ્યથી કાર્તિકે એક બાઉન્સર પકડવા માટે હવામાં છલાંગ લગાવી, પરંતુ તે જમીન પર નીચે ખોટી રીતે પડ્યો જેનાથી તેની પીઠમાં સમસ્યા ઉભી થઈ હતી.
દ્રવિડે કહ્યુ- થોડી સારવાર બાદ કાર્તિક આજે સારી રીતે કીપિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે ટ્રેનિંગ પર આવ્યો છે અને અમે તેની ચકાસણી કરી રહ્યાં છીએ. દ્રવિડે કહ્યું કે આજે પ્રેક્ટિસ સત્ર બાદ અમે કાલે જોઈશું કે તેની ફિટનેસ કેવી રહે છે. તેની કાલની ફિટનેસ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube