નવી દિલ્લી: ટીમ તૈયાર છે, બેટ્સમેન તૈયાર છે, બોલરો પણ તૈયાર છે. ટી-20 વર્લ્ડ કપની 8મી એડિશનનું બ્યુગલ વાગવાનું છે. ઈંતઝારનો સમય હવે ઓછો થવા લાગ્યો છે. પરંતુ આ ઈંતઝારની વચ્ચે એક નજર કરી લો 7 ટી-20 વર્લ્ડ કપ પર. જેમાં અત્યાર સુધી કુલ કેટલી સિક્સર નોંધાઈ. કયા ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે સિક્સર નોંધાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


7 T-20 વર્લ્ડ કપમાં 1951 સિક્સર નોંધાઈ:
ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી કુલ 1951 સિક્સર નોંધાઈ છે. અને તેમાં સૌથી વધારે સિક્સર 2021ના વર્લ્ડ કપમાં નોંધાઈ. જ્યાં રમાયેલી કુલ 45 મેચમાં 405 સિક્સર નોંધાઈ. આ પહેલીવાર થયું જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં 400થી વધારે સિક્સર જોવા મળી.


2016ના વર્લ્ડ કપમાં 314 સિક્સર નોંધાઈ:
આ પહેલાં સૌથી વધારે સિક્સર ટી-20 વર્લ્ડ કપ 2016માં વરસી હતી. આ વર્લ્ડ કપ ભારતમાં રમાયો હતો. આ એડિશનમાં 35 મેચમાં કુલ 314 સિક્સર નોંધાઈ હતી.


2007ના વર્લ્ડ કપમાં 265 સિક્સર વરસી:
હવે સવાલ એ છે કે 2007માં જે ટી-20 વર્લ્ડ કપ રમાયો, તેમાં કુલ કેટલી સિક્સર નોંધાઈ હતી. તો તેનો જવાબ છે 26 મેચમાંં કુલ 265 સિક્સર.


કયા વર્લ્ડ કપમાં સૌથી ઓછી સિક્સ નોંધાઈ:
સૌથી ઓછી સિક્સરવાળો વર્લ્ડ કપ 2009નો રહ્યો. આ એડિશનમાં 27 મેચમાં માત્ર 166 જ સિક્સર નોંધાઈ. જ્યારે તેના પછી 2010માં યોજાયેલા વર્લ્ડ કપમાં  278 સિક્સર નોંધાઈ. આ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝમાં રમાયો હતો.


વર્ષોવર્ષ સિક્સરની સંખ્યા વધતી ગઈ:
શ્રીલંકાની જમીન પર જ્યારે વર્ષ 2012માં ટી-20 વર્લ્ડ કપ રમાયો ત્યારે 27 મેચમાં 223 સિક્સર નોંધાઈ. જ્યારે 2014માં આઈસીસીની આ ટુર્નામેન્ટની 5મી એડિશન બાંગ્લાદેશમાં રમાઈ. જેમાં 35 મેચમાં 300 સિક્સર વરસી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube