નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપની વોર્મ-અપ મેચોનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 10થી 19 ઓક્ટોબર વચ્ચે કુલ 15 વોર્મ-અપ મેચ રમાશે. ભારત આ દરમિયાન ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતની પ્રથમ વોર્મ-અપ મેચ 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે છે અને 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે. જે ટીમો સુપર 12 રાઉન્ડમાં ડાયરેક્ટ પહોંચી રહી છે, તેની વોર્મ-અપ મેચ 17થી 19 ઓગસ્ટ વચ્ચે રમાશે, તો ફર્સ્ટ રાઉન્ડની ટીમો માટે વોર્મ-અપ મેચ 10થી 13 ઓક્ટોબર વચ્ચે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ, યૂએઈ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામીબિયા, આયર્લેન્ડની ટીમો પ્રથમ રાઉન્ડમાં રમશે. ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ ડાયરેક્ટ સુપર-12માં રમશે. 



ભારતે પોતાની બંને વોર્મ-અપ મેચ ગાબા મેદાન પર રમવાની છે, પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 17 ઓક્ટોબરે અને બીજી મેચ 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાશે. પાકિસ્તાન પોતાની પ્રેક્ટિસ મેચ 17 અને 19 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube