T20 World cup 2024: ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાતના 2 દિવસ બાદ રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો. આ દરમિયાન બંનેએ અનેક મહત્વના સવાલોના જવાબ આપ્યા. રોહિત શર્મા અને અજીત અગરકરે ટીમ કોમ્બિનેશનને લઈને પોતાના વિચાર રજૂ કર્યા. આ દરમિયાન એ પણ જણાવ્યું કે રિંકુ સિંહ અને કે એલ રાહુલ જેવા ખેલાડીઓને 15 સભ્યોની ટીમમાં કેમ સામેલ ન કર્યા. આ ઉપરાંત રોહિતે આઈપીએલમાં કેપ્ટન્સી ગઈ તેના ઉપર પણ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતની જગ્યાએ હાર્દિક કેપ્ટન
આઈપીએલમાં પાંચ વખત મુંબઈ ઈન્ડિયન્સને પોતાની કેપ્ટનશીપ હેઠળ ખિતાબ જીતાડનાર રોહિત શર્મા આ સીઝનમાં ટીમની કમાન સંભાળી રહ્યા નથી. તેમની પાસેથી કેપ્ટન્સી લઈને હાર્દિક પંડ્યાને સોંપી દેવાઈ. આ અંગે રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ તેમના માટે કોઈ નવી વાત નથી. હિટમેને કહ્યું કે તેઓ આ અગાઉ પણ અનેક કેપ્ટનો હેઠળ રમ્યા છે. 


દર્દ છલકાયું
રોહિતે કહ્યું કે "પહેલા હું કેપ્ટન હતો. પછી કેપ્ટન ન રહ્યો અને હવે ફરીથી કેપ્ટન છું. આ જીવનનો ભાગ છે. તમારા પ્રમાણે જ બધુ થતું નથી. મારા માટે આ એક શાનદાર અનુભવ છે. હું મારી કરિયરમાં અનેક ખેલાડીઓની કેપ્ટન્સી હેઠળ રમ્યો છું. આ કશું જ નવું નથી. તમારે એક ખેલાડી તરીકે તમારી ટીમ માટે રમવાનું હોય છે. મે છેલ્લા એક મહિનામાં આવું જ કરવાની કોશિશ કરી છે."


અગરકરે કર્યા વખાણ
કેપ્ટન્સીને લઈને જ્યારે અજીત અગરકરને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, "રોહિત આપણા ઉત્તમ કેપ્ટન છે. તેમણે વનડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વનડે વર્લ્ડ કપ બાદ છ મહિનાનો સમય મળ્યો. મને ખબર છે કે હાર્દિકે વચ્ચે કેટલીક સિરીઝમાં કેપ્ટન્સી કરી છે પરંતુ રોહિત આપણા ઉત્તમ કેપ્ટન છે."